વિશાખાપટ્ટનમ ટેસ્ટ : રોહિત શમાૅની પ્રથમ દિવસે જ સદી

Indian News

Indian News

Author 2019-10-02 23:22:00

img

સ્ટાર ક્રિકેટર રોહિત શમાૅએ ટેસ્ટ ક્રિકેટમાં આેપિંનગ બેટ્સમેન તરીકે જોરદાર શરૂઆત કરી દીધી છે. આજે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શમાૅએ સદી ફટકારી હતી. વરસાદના કારણે નિર્ધારિત 90 આેવરની રમત શક્ય બની ન હતી. અંતિમ સત્રની રમત વરસાદના કારણે શક્ય બની ન હતી. આજે પ્રથમ દિવસે ભારતે કોઇપણ વિકેટ ગુમાવ્યા વગર 202 રન બનાવી લીધા હતા. અલબત્ત ધીમી બેટિંગ ભારતીય બેટ્સમેનાેએ કરી હતી. પ્રથમ સત્રમાં દક્ષિણ આફ્રિકાના બાેલરોએ ભારતીય બેટ્સમેનાેને પરેશાન કર્યા હતા પરંતુ ફોર્મમાં આવ્યા બાદ રોહિત શમાૅએ 174 બાેલમાં 115 રન ફટકારી દીધા હતા. મયંક અગ્રવાલે 183 બાેલમાં 84 રન બનાવ્યા હતા. લંચ બાદ અડધી સદી પૂર્ણ કરનાર રોહિત શમાૅએ ઝડપથી બેટિંગ કરી હતી.

રોહિત શમાૅએ જોરદાર બેટિંગ સાથે સદી પુરી કરીને ક્રિકેટ નિ»ણાતાે અને મેનેજમેન્ટની ચિંતાને આેપિંનગને લઇને દૂર કરી હતી. મયંક અગ્રવાલ પણ પાેતાની ટેસ્ટ કેરિયર પ્રથમ સદીની દિશામાં આગળ વધી રહ્યાાે છે. આપહેલા કેÃટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનાે નિર્ણય કયોૅ હતાે. રોહિત શમાૅ અને મયંક અગ્રવાલે સવારના સત્રમાં ધીરજપૂર્વક બેટિંગ કરતા નજરે પડâા હતા.

તમામની નજર રોહિત શમાૅ પર પહેલાથી જ હતી. કારણ કે, રોહિત શમાૅને આેપિંનગમાં ઉતારવાનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. રોહિત શમાૅએ ઝડપી બાેલર રબાડાના બીજા બાેલ પર જ ચોગ્ગાે ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શમાૅએ મોડેથી જોરદાર રંગ જમાવ્યો હતાે.

જો કે, વરસાદના કારણે મેચની મજા બગડી હતી. અન્ય ભારતીય બેટ્સમેનાેને નિરાશા હાથ લાગી હતી. આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં આજે ફટકારેલી સદી પહેલા રોહિત શમાૅએ 27 ટેસ્ટ મેચોમાં 39.62 રનની સરેરાશ સાથે 1585 રન કર્યા છે જ્યારે વનડે ક્રિકેટમાં 10000થી વધુ રન બનાવી ચુક્યો છે. આફ્રિકાને આ ટેસ્ટ મેચમાં મુશ્કેલીનાે સામનાે ભારતીય સ્પીનરો સામે કરવો પડી શકે છે.

રવિચન્દ્ર અશ્વિન અને જાડેજાએ હજુ સુધી 28 ટેસ્ટ મેચો રમી છે. જેમાંથી ભારતની 21 ટેસ્ટ મેચોમાં જીત થઇ છે. જ્યારે છ ટેસ્ટ મેચો ડ્રાે રહી છે. આ જોડીની હાજરીમાં ભારતે જે મેચો રમી છે તે પૈકી 21 ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે.

જે સાબિત કરે છે કે તેમની હાજરી હરિફ ટીમો માટે કેટલી ઘાતક રહેલી છે. અશ્વિને આ 28 ટેસ્ટમાં 171 વિકેટ લીધી છે. જ્યારે જાડેજાએ 28 ટેસ્ટ મેચોમાં 144 ટેસ્ટ વિકેટ પાેતાના નામ પર કરી છે. એમ કુલ મળીને બંનેએ સાથે રમતા કુલ 315 વિકેટ ઝડપીછે. દક્ષિણ આફ્રિકા જ્યારે વર્ષ 2015માં ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં અશ્વિને 31 અને જાડેજાએ 23 વિકેટ લીધી હતી. આફ્રિકાની ટીમની કુલ 70 પૈકીની 56 વિકેટો આ બે બાેલરોએ લીધી હતી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN