વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત

Indian News

Indian News

Author 2019-09-28 14:16:37

img

ભારતીય મહિલા ટીમ પસંદગી સમિતિએ વેસ્ટ ઇન્ડીઝ સામે એક નવેમ્બરથી એન્ટીગામાં શરુ થનારી વનડે અને ટી-૨૦ સીરીઝ માટે રાષ્ટ્રીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એન્ટીગામાં એક નવેમ્બરથી શરુ થનારી ત્રણ વનડે માટે માત્ર સુષ્મા વર્માને ૧૬ માં સભ્યના રૂપમાં જોડવામાં આવી છે. ભારતે સાઉથ આફ્રિકા સામે વડોદરામાં નવ ઓક્ટોબરથી શરુ થનારી ઘરેલું વનડે શ્રેણી માટે ૧૫ સભ્યોની ટીમ પસંદગી કરવામાં આવી છે.

ટી-૨૦ માં તે ટીમની પસંદગી કરવામાં અવી છે જે અત્યારે સાઉથ આફ્રિકી ટીમનો સામનો કરી રહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની શ્રેણી સેન્ટ લુસિયામાં નવ નવેમ્બરના રમાશે. પંદર વર્ષીય શેફાલી વર્માને ટી-૨૦ ટીમમાં રાખવામાં આવી છે.

તે સાઉથ આફ્રિકા સામે પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા સામે ટી-૨૦ સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ૧૧ રનથી જીત પ્રાપ્ત કરી હતી. આ મેચમાં દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં માત્ર આઠ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. ત્યાર બાદ બીજી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.

ભારતીય મહિલા વનડે ટીમ આ પ્રકાર છે : મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂનમ રાઉત, ડી હેમલતા, ઝૂલન ગોસ્વામી, શિખા પાંડે, માનસી જોશી, પુનમ યાદવ, એકતા બિષ્ટ, રાજેશ્વરી ગાયકવાડ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પ્રિયા પુનીયા, સુષ્મા વર્મા

ભારતીય મહિલા ટી-૨૦ ટીમ આ પ્રકાર છે : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પુનમ યાદવ, રાધા યાદવ, વેદા કૃષ્ણમૂર્તિ, અનુજા પાટીલ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકાર, માનસી જોશી, અરુંધતી રેડ્ડી

visit Vishvagujarat.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN