શમીએ 23 વર્ષ જૂના શ્રીનાથના રેકોર્ડની બરોબરી કરી

Indian News

Indian News

Author 2019-10-07 12:35:26

img

વિશાખાપટ્ટનમ, તા.6 ઓકટોબર 2019, રવિવાર

સાઉથ આફ્રિકા સામેની ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપતાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે લેન્જડરી ફાસ્ટર શમીના ૨૩ વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. શમીએ ઘરઆંગણે ટેસ્ટ ચોથી ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપી હતી. છેલ્લે આવી સિદ્ધિ ઈ.સ. ૧૯૯૬માં જવાગલ શ્રીનાથે ઝડપી હતી. શ્રીનાથે ત્યારે અમદાવાદમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં જ આ સિદ્ધિ હાંસલ કરી હતી. હોમગ્રાઉન્ડ પર ટેસ્ટની ચોથી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ શમી અને શ્રીનાથ અગાઉ કરસન ઘાવરી, કપિલ દેવ અને મદન લાલ પણ મેળવી ચૂક્યા છે. ઘાવરીએ ૧૯૭૭માં , કપિલે ૧૯૮૧માં અને મદનલાલે પણ ૧૯૮૧માં ચોથી ઈનિંગમાં પાંચ-પાંચ વિકેટ ઝડપી હતી.

ત્રણેય બોલરોની સિદ્ધિ ઈગ્લેન્ડ સામે મુંબઈમાં હાંસલ કરી હતી.

બીજી ઈનિંગમાં ત્રીજી વખત પાંચ વિકેટ

શમીએ કારકિર્દીમાં ચોથી વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે તેનો મહત્વનો રેકોર્ડ એ છે કે, તેણે કારકિર્દીમાં ત્રીજી વખત ટેસ્ટની બીજી ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપી હતી. તેણે કારકિર્દીની ૧૫ બીજી ઈનિંગમાં ૪૦ વિકેટ ઝડપી છે. છેલ્લા બે વર્ષમાં તે આવી સિદ્ધિ મેળવનારો વિશ્વનો એકમાત્ર બોલર છે. શમીએ વિશાખાપટ્ટનમમાં કુશળતાપૂર્વક રિવર્સ સ્વિંગ કરાવીને પ્રવાસી ટીમને પરેશાન કરી હતી.

રોહિતની 'પ્રથમ ટેસ્ટ' ને શમીની બીજી ઈનિંગમાં પાંચ વિકેટનો અનોખો સંયોગ

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં કારકિર્દીની ૨૮મી ટેસ્ટમેચમાં પહેલી વખત ઓપનર તરીકે ઉતરેલા રોહિત શર્માએ પ્રથમ ઈનિંગમાં ૧૭૬ રન ફટકાર્યા હતા. તેણે બીજી ઈનિંગમાં ૧૨૭ રન ફટકારતાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ જ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપતાં ભારતન ૨૦૩ રનથી જીત અપાવી હતી. યોગાનુંયોગ એ છે કે, વર્ષ ૨૦૧૩માં વિન્ડિઝ સામે રોહિત શર્મા કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ મેચ રમા ઉતર્યો ત્યારે તેણે પ્રથમ ઈનિંગમાં ૧૭૭ રન ફટકાર્યા હતા. તે ટેસ્ટમાં પણ મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD