શાકાહારી બન્યા બાદ ઘણી રાહત અનુભવી રહ્યાે છે વિરાટ કોહલી

Indian News

Indian News

Author 2019-10-24 13:06:00

img

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યા બાદતી જ વિરાટ કોહલી ભારતીય બેટંગનો મહત્ત્વનો હિસ્સો છે. ભારત માટે 2008માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમતા સમયે કોહલી ગોળ મટોળ ચહેરાવાળો એક યુવા ખેલાડી હતો, પરંતુ હવે તે દુનિયાનો સૌથી ફિટ ખેલાડીઓમાંતી એક છે અને તમામ તેનામાં થયેલ બદલાવને જોઈ શકે છે.

વિરાટની ફિટનેસને જોઈને તેના સાથી ખેલાડીઓ પણ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. જોકે, ત્રણેય ફોર્મેટમાં ટીમની આગેવાની કરી રહેલો કોહલી ગયા વર્ષથી શાકાહારી બની ગયો છે અને 30 વર્ષીય સ્ટારનું માનવું છે કે તેનાથી તેને ઘણી મદદ મળી છે.
કોહલીએ શાકાહારી બન્યા બાદ તેનામાં શુ ફરક આવ્યો છે તેનો ખુલાસો ટ્વિટર પર કર્યો છે.

નેટફ્લિક્સ પર ગેમ ચેન્જર્સ ડોક્યુમેન્ટ્રી જોયા બાદ કોહલીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે નેટ ફ્લિક્સ પર ગેમ ચેન્જર્સ જોઈ. ઘણા વર્ષોથી હું માનતો હતો કે ડાયેટ ફક્ત કહેવાની વાતો છે પરંતુ શાકાહારી બન્યા બાદ મને તેની સમજ આવી છે. આ અદ્દભુત ડોક્યુમેન્ટ્રી છે અને શાકાહારી બન્યા બાદ મને જે લાગણી થઈ રહી છે તેવી અગાઉ ક્યારેય થઈ ન હતી.

નોંધનીય છે કે ગેમ ચેન્જર્સ 2018માં આવેલી ડોક્યુમેન્ટ્રી છે જે જેમ્સ કેમેરોન, જેકી ચેન અને આર્નોલ્ડ શ્વાઝનેગર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં એથ્લેટ્સ માટે શાકાહારના ફાયદા બતાવવામાં આવ્યા છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN