શાકિબ અને બુકી વચ્ચે શું વાતચીત થઇ હતી? ICCએ WhatsApp ચેટ જાહેર કરી

Indian News

Indian News

Author 2019-10-30 20:08:54

img

બાંગ્લાદેશના ટેસ્ટ અને ટી-20 કેપ્ટન શાકિબ અલ હસન (Shakib Al Hasan) પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યા બાદ ICCએ શાકિબની બુકી સાથે થયેલી વાતચીતની ડિટેલ્સ બહાર પાડી છે. ICCએ જણાવ્યુ કે, દીપક અગ્રવાલ નામના બુકીએ પ્રથમ વખત વર્ષ 2017માં શાકિબ સાથે સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદથી તેઓ સતત શાકિબથી સંપર્કમાં હતો.

નવેમ્બર 2017માં જ્યારે ઢાકા ડાઈનામાઈટ્સ ટીમના સભ્ય હતા, ત્યારે કોઈએ તેમનો નંબર બુકી અગ્રવાલને આપ્યો હતો. જણાવી દઈએ કે, જે વ્યક્તિએ શાકિબને નંબર આપ્યો હતો, અગ્રવાલે તેમનાથી બાંગ્લાદેશ પ્રિમિયર લીગના ખેલાડીઓના નંબર માંગ્યા હતા.

19 જાન્યુઆરી, 2018ના રોજ શાકિબને અગ્રવાલનો એક મેસેજ આવ્યો હતો.

અગ્રવાલે આ મેસેજમાં બાંગ્લાદેશ, ઝિમ્બાબવે અને શ્રીલંકાની ત્રીકોણીય સીરીઝના એક મેચમાં શાકિબને 'મેન ઓફ ધ મેચ' બનવા પર શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ બુકીએ મેસેજમાં લખ્યો હતો કે, 'શું અમે આ (સીરીઝ)માં કરીશુ કે પછી IPL સુધી રાહ જોઉં'. આ મેસેજમાં 'કામ'ના સંગર્ભમાં ગુપ્ત માહિતી આપવાથી જોડાયેલો હતો.

ત્યાર બાદ 23 જાન્યુઆરી, 2018ના રોજ શાકિબને અગ્રવાલનો બીજો એક મેસેજ આવ્યો, જેમાં લખ્યો હતો, 'ભાઈ આ સીરીધમાં કંઈ છે?'

શાકિબ પણ આ વાતની પુષ્ટિ કરી ચૂંક્યા છે કે, આ મેસેજ સીરીઝની જાણકારી આપવા માટે અગ્રવાલે કર્યો હતો.

જોકે શાકિબે આ વાતની જાણકારી ICCના ભ્રષ્ટાચાર નિરોધક એકમને આપી ના હતી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને પણ તેમણે આ જાણકારી આપી ના હતી. IPL 2018 દરમિયાન પણ અગ્રવાલે ગુપ્ત માહિતી માટે શાકિબ સાથે સંપર્ક કર્યો હતો.

અગ્રવાલે શાકિબને બિટકોઈન અને ડોલર અકાઉન્ટને લઈને પણ મેસેજ કર્યો હતો અને શાકિબથી તેની અકાઉન્ટ ડિટેલ પણ માંગી હતી. આ વાતચીત દરમિયાન શાકિબે અગ્રવાલથી કહ્યુ હતુ કે, પહેલા તેઓ તેમનાથી મળવા માંગે છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN