સન્ની લિયોનનો જલવો હવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ જોવા મળશે

Indian News

Indian News

Author 2019-10-31 14:48:05

img

એજન્સી દૂબઈ

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટી -20 ક્રિકેટની છાપ ઉભી કર્યા બાદ હવે દર્શકોને ટી -10 ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. દુબઇમાં યોજાનારી ટી -10 લીગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ટુર્નામેન્ટ 14 નવેમ્બરથી શરૂ થશે. આવી સ્થિતિમાં, તમામ ફ્રેન્ચાઇઝી ટીમોએ આ લીગને રોમાંચક બનાવવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. લીગની ફ્રેન્ચાઇઝી દિલ્હી બુલ્સએ પણ આ દિશામાં મહત્વપૂર્ણ કરાર કર્યો છે. દિલ્હી બુલ્સએ ટીમની જર્સી, ગીત અને બ્રાન્ડ એમ્બેસેડર અંગે જાહેરાત કરી છે.

દિલ્હી બુલ્સએ દુબઈમાં એક કાર્યક્રમમાં ટીમની નવી જર્સીનું અનાવરણ કર્યું હતું. અગાઉ આ ટીમ ગત સીઝનમાં બેંગાલ ટાઈગર્સના નામે રમી હતી.

ટીમે હવે બોલીવુડ અભિનેત્રી સની લિયોનને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરી છે. જેથી હવે ક્રિકેટના ગ્રાઉન્ડ પર પણ સની લિયોનનો જલવો જોવા મળશે.

ટીમની કમાન ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ જીતાડનરા ઇયાન મોર્ગનને સોંપવામાં આવી છે. તેમના સિવાય પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન શોએબ મલિક અને અફઘાનિસ્તાનના ખેલાડી મોહમ્મદ નબી જેવા દિગ્ગજ ખેલાડીઓનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર ઝહીર ખાન અને યુવા મોહમ્મદ હુસૈન પણ દિલ્હી બુલ્સ તરફથી રમશે.

ટી 10 લીગની છેલ્લી સીઝન શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. આ વખતે યુએઈનું સ્થળ બદલીને અબુધાબીમાં કરવામાં આવ્યું છે. આ લીગની આ ત્રીજી સીઝન છે, જે 14 નવેમ્બરથી શરૂ થશે. આ ટી 10 લીગમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે.

દિલ્હી બુલના સહ-માલિક રિઝવાન સાજને કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'હું ટીમની જર્સી અને ગીતનું અનાવરણ કરી રોમાંચિત છું. અમારી ટીમનું નામ નવું છે, બોલીવુડની અભિનેત્રી સન્ની લિયોનને ટીમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. તેના ચાહકો લીગને નવું સ્તર આપશે. રિઝવાને કહ્યું કે, ટીમના ઉપસુકાની શોએબ મલિકનું શાંત વલણ ચોક્કસપણે ટીમ માટે મદદરૂપ થશે. હું ટીમને શુભેચ્છા પાઠવું છું.

સની લિયોને કહ્યું હતુ કે હું આ જુસ્સાદાર અને ગૌરવપૂર્ણ ટીમ સાથે જોડાવા માટે ખૂબ જ ખુશ છું. વ્યક્તિગત રીતે, મને ટીમની જર્સીનો આ રંગ ગમ્યો છે. હું મારી ટીમ દિલ્હી બુલ્સને ટી-10 લીગ માટે શુભેચ્છા પાઠવું છુ.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD