સાઉથ આફ્રિકાનો વાઈટવોશ કરવા ભારતીય ટીમ સજજ

Indian News

Indian News

Author 2019-10-19 17:19:13

img

ભારતીય ટીમે ટોસ જીતી બેટીંગ કરવાનો લીધો નિર્ણય: લેફટ આર્મ સ્પીનર શાહબાઝ નદીમને મળ્યું સ્થાન

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ સીરીઝની ત્રીજી ટેસ્ટ આજથી શરૂ થઈ ગઈ છે જેમાં ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમમાં કુલદિપ યાદવ ખંભાની ઈજાનાં કારણે ઈજાગ્રસ્ત થતાં તેના સ્થાને ટીમ મેનેજમેન્ટે પ્લેયીંગ ઈલેવનમાં શાહબાઝ નદીમને સ્થાન આપ્યું છે. નદીમ માટે તેની આ ટેસ્ટ ડેબ્યુટ છે. કયાંકને કયાંક ટીમ મેનેજમેન્ટનું માનવુંછે કે, શાહબાઝ નદીમ ટીમ માટે ડાર્ક હોસ્ટ સાબિત થશે. કારણકે વિપક્ષી ટીમને શાહબાઝ નદીમની બોલીંગ અને બોલીંગ એકશન વિશે સહેજ પણ માહિતી ન હોવાથી ટીમ સ્ટ્રેટેજી ઉપયોગી સાબિત થશે અને જે રીતે ભારતીય ટીમનાં સુકાની કોહલીએ વાઈટવોસ કરવાનો ભરોસો દાખવ્યો છે તે જોતા ટીમ સ્ટ્રેટેજી ટીમને ફાયદારૂપ નિવડશે તેવું પણ લાગી રહ્યું છે.

ભારતીય ટીમ સ્ટ્રેટેજી મેનેજમેન્ટમાં અન્ય ટીમો કરતા ભીન્ન હોવાનું માનવામાં આવે છે. તેઓએ રવિચંદ્રન અશ્ર્વિનને પણ લાંબો બ્રેક આપ્યો છે જયારે ટેસ્ટમાં મયંક અગ્રવાલને ટીમમાં ઓપનીંગ કરાવવાનો નિર્ણય પણ ખુબ જ ઉપયોગી અને પરીણામલક્ષી સાબિત થયો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે જે રીતે ટીમ મેનેજમેન્ટે નવોદિપ લેફટ આર્મ સ્પીનર શાહબાઝ નદીમ ઉપર ભરોસો રાખ્યો છે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, ટીમ મેનેજમેન્ટ વિપક્ષી ટીમ સામે વાઈટ વોસ કરવાનું નકકી કર્યું હોય અને તે દિશામાં જ તમામ સ્ટ્રેટેજીઓ બનાવવામાં આવી હોય જયારે બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ વાઈટવોસ ન થાય તે માટે તેઓ છેલ્લી ટેસ્ટ મેચ જીતવા માટે રમશે પરંતુ શું મેન ઈન બ્લુ સામે શું આફ્રિકા ટકી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ર્નાર્થ છે.

ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટમાં રાંચી ખાતે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારત માટે ઇશાંત શર્માની શાહબાઝ નદીમ રમી રહ્યો છે. કુલદીપ યાદવને મેચની પહેલા ઇજા થતાં શાહબાઝને સ્ક્વોડમાં જગ્યા મળી હતી અને આજે તે ભારત માટે પોતાના ઘરઆંગણે ડેબ્યુ કરી રહ્યો છે. તે ઇશાંત શર્માની જગ્યાએ રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્પિનર જોર્જ લિન્ડે ડેબ્યુ કરી રહ્યો છે. માર્કરામની ગેરહાજરીમાં કવિન્ટન ડી કોક ઓપનિંગ કરશે અને હેનરિચ ક્લાસેન બીજા વિકેટકીપર તરીકે રમશે. તેમજ લૂંગી ગિડી મુથુસામીની જગ્યાએ રમી રહ્યો છે. ત્રીજા ટેસ્ટ મેચ માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્લેયીંગ ઈલેવન નીચે મુજબની છે.

ભારતની પ્લેઈંગ ૧૧: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને શાહબાઝ નદીમ

દ. આફ્રિકાની પ્લેઈંગ ૧૧: ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવુમા, ઝુબેર હમઝા, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ડિન એલ્ગર, હેનરીચ ક્લાસેન (વિકેટકીપર), લૂંગી ગિડી, એર્નિચ નોર્ટજે, જોર્જ લિન્ડે, ડેન પીટ અને કાગિસો રબાડા

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD