સાબરકાંઠાની એક શાળાના આચાર્ય પાકિટ ચોરતા પકડાયા

Khabarchhe

Khabarchhe

Author 2019-09-25 02:35:51

img

વાલીઓ તેમના બાળકોને શાળામાં સારા અભ્યાસ માટે મૂકતા હોય છે. વાલીઓનું એવું માનવું હોય છે કે, શાળામાં મુકવાથી તેમનું બાળક શિક્ષણ મેળવશે, આગળ વધશે અને સારી સારી વાતો શીખશે. પણ શાળાના આચાર્ય જ પૈસાની લાલચમાં આવીને પાકિટ ચોરીને ઘરે લઇ જતા હોય તો એ આચાર્યની શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં કેવા સંસ્કારોનું સિંચન થયું હશે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે, આચાર્ય સંમેલનમાં એક આચાર્ય જ બીજા આચાર્યનું પાકિટ ચોરતા CCTVમાં કેદ થયા હતા.

એક રિપોર્ટ અનુસાર ગત તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં આચાર્ય સંઘની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના ગુજરાતના અલગ અલગ જિલ્લાની શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. જે સમયે આ બેઠક પૂર્ણ થવાની હતી ત્યારે આચાર્પ્ર સંઘના પ્રમુખ પ્રદીપસિંહ આભાર આભાર વિધિ કરતા માટે સ્ટેજ પર જતા હતા. તે સમયે તેમનું પાકિટ ખિસ્સામાંથી નીચે પડી ગયું હતું. તે સમયે તેમની બાજુમાં બેઠેલા સાબરકાંઠા જિલ્લાના સાથી આચાર્યએ પ્રદીપસિંહનું પાકિટ લઇ લુધુ હતું અને પાકિટમાં પૈસા જોતાની સાથે આચાર્યની દાનત બગડી હતી અને તેઓએ પાકિટ પ્રદીપસિંહને પરત આપવાના બદલે પોતાની પાસે રાખી લીધું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયો તે સમયે પ્રદીપસિંહને ખબર પડી કે, તેમનું પાકિટ ગાયબ છે. એટલે તેમેણ જે હોલમાં સભા યોજાઈ હતી, તેના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરાવ્યા હતા. ત્યારે ખબર પડી કે, સાબરકાંઠા જિલ્લાના સાથી આચાર્યએ તેમનું પાકિટ ચોરી ગયા છે. જયારે આચાર્ય સંઘના પ્રમુખ પ્રદીપસિંહે પાકિટ લઇ જનારા આચાર્યને ફોન કર્યો ત્યારે તેમને પહેલા પાકિટ લઇ ગયા હોવાની મનાઈ કરી હતી. પછી તેમને CCTV ફૂટેજ મોકલતા આચાર્યએ પાકિટની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી અને પાકિટ પ્રદીપસિંહને મોકલી આપ્યું હતું. જ્યારે પાકિટ પ્રદીપસિંહ પાસે આવ્યું તે સામે પાકિટમાં રહેલા 12,000 રૂપિયામાંથી 4500 રૂપિયા ઓછા હતા.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN