સાયકલ મહત્તમ ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીયમંત્રી

Khabarchhe

Khabarchhe

Author 2019-09-17 11:12:23

img

સુરત સાયકલીંગ કલબ અને સુરત સાર્વજનિક એજયુકેશન સોસાયટીના દ્વારા કેન્દ્રીય કેમીકલ ફર્ટીલાઈઝર અને શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને ‘સાઈકલીંગ એન્ડ એન્વાયરમેન્ટ’ વિશે સેમિનાર યોજાયો હતો. સાર્વજનિક એજયુકેશ સોસાયટીના હોલ ખાતે આયોજીત સેમિનારને સંબોધન કરતા મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં પર્યાવરણના સંરક્ષણ સાથે આરોગ્યને સ્વસ્થ રાખવા માટે સાયકલનો ઉપયોગ વ્યાપક થાય તે દિશામાં જનજાગૃતિ કેળવવી જરૂરી છે.

તેમણે પોતાના જીવનમાં સાયકલનું મહત્તતા વર્ણવતા કહ્યું કે, દિલ્હી ખાતે પોતાના ઘરથી સંસદભવન જવા માટે સાયકલના ઉપયોગની શરૂઆત કરી ત્યારબાદ અન્ય સાંસદોએ પ્રેરાઈને સાયકલનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. જયારે આપણે આર્યુર્વેદ, યોગ તરફ વળી રહ્યા છીએ ત્યારે ટુંકા અંતરે જવા માટે મહત્તમ સાયકલનો ઉપયોગ કરીને પર્યાવરણના સંરક્ષણની દિશામાં પણ મહત્ત્વનું યોગદાન આપવાની તેમણે હિમાયત કરી હતી.

img

આ વેળાએ સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ સી.એસ.જરીવાલાએ જણાવ્યું કે, આધુનિક સમયમાં લોકોની સુખ, સુવિધાઓમાં વધારો થવાથી લાઈફ-સ્ટાઈલમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. મોટરકાર, મોટર સાયકલ જેવા વાહનોના વપરાશમાં દિન-પ્રતિદિન વધી રહ્યું છે જેના કારણે ટ્રાફીકની સાથે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું છે. આપણા શહેરમાં વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરીને આરોગ્યપ્રદ જીવન જીવીએ તે દિશામાં વિચારવાનો સમય આવી ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ વેળાએ બાયસીકલ મેયર ઓફ સુરત તરીકે સુનિલ જૈન તથા જુનીયર બાયસીકલ મેયર તરીકે વલસાડના ભવ્યાંગ ગુંદણીયાની પસંદગી કરવામાં આવી હતી. તેમના હસ્તે જુદી-જુદી સાયકલ કલબોના સભ્યોને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મેયર જગદીશ પટેલ, અગ્રણ યજદી કરંજીયા, કમલેશ યાજ્ઞિક, ડે.કમીશનર રાજેશ પંડયા, ડો.ભૈરવી જોષી તેમજ અન્ય સાયકલ વાહકો ઉપસ્થિત રહ્યા હતા.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN