સિદ્ઘિ / રોહિત શર્મા 'સુપરહિટ', બનાવ્યા ખાસ રેકોર્ડ્સ

Indian News

Indian News

Author 2019-11-08 17:55:14

img

રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો હિટ મેન કહેવાય છે. તેણે રાજકોટમાં બાંગ્લાદેશ સામે બીજી T-20 મેચમાં બાઉન્ડ્રી અને સિક્સર વરસાદ કરીને સાબિત કરી દીધુ છે. રોહિતે 43 બૉલમાં 85 રનની ઇનિંગ્સ રમી. જેમાં 6 બાઉન્ડ્રી અને 6 સિક્સર્સ ફટકારી, રોહિતની ધમાકેદાર બેટિંગની મદદથી જ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યુ અને રોહિતે પોતાના નામે નવા રેકોર્ડ્સ કર્યા.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી રહેલા રોહિત શર્માએ આ કેલેન્ડર વર્ષમાં તમામ ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. સૌથી ખાસ વાત એવી છે કે રોહિતે આ ઉપલબ્ધિ સતત ત્રીજા વર્ષ મેળવી છે.

આ વર્ષે હવે તેના નામે 66 સિક્સર્સ નોંધાઇ છે.

રોહિતના બેટથી છગ્ગાને આ વરસાદ 2017થી શરૂ થયો. તેણે 2017માં 65 સિક્સ મારી હતી. પાછલા વર્ષે 74 સિક્સ સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.

T-20 માં સૌથી વધુ સિક્સ (ભારતીયોમાં)

રોહિત શર્મા- 349
સુરેશ રૈના- 311
એમ.એસ.ધોની- 295

T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ (કેપ્ટન તરીકે)

37- રોહિત શર્મા ( 17 ઇનિંગ્સમાં)
34- એમ.એસ.ધોની (62 ઇનિંગ્સમાં)
26 - વિરાટ કોહલી (26 ઇનિંગ્સમાં)

આ સિવાય રાજકોટમાં બાંગ્લાદેશ વિરુદ્ઘ T-20 સીરિઝની બીજી મેચમાં રોહિત શર્મા જ્યારે ટોસ માટે ઉતર્યો ત્યારે એક રેકોર્ડ તેના નામે થઇ ગયો. T-20 ઈન્ટરનેશનલ કરિયરનો આ 100મો મુકાબલો હતો. આ ઉપલબ્ધિ હાંસેલ કરનારો તે પહેલો ભારતીય પુરુષ ક્રિકેટર બની ગયો. ઓવરઓલ તે દુનિયાનો બીજો પુરુષ ક્રિકેટર બન્યો. તેનાથી વધારે આ ફોર્મેટમાં ઈન્ટરનેશનલ મેચ પાકિસ્તાનના શોએબ મલિક (111 મેચ) રમી છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD