સુરતમાં ભારતની મહિલા ક્રિકેટરોએ મેળવ્યો પહેલો વિજય.

Indian News

Indian News

Author 2019-09-25 13:10:58

img

ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટરો વચ્ચે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાઈ રહી છે. પાંચ-મેચોની સિરીઝની પહેલી મેચ 24 સપ્ટેંબર, મંગળવારે રમાઈ ગઈ. એમાં ભારતે પ્રવાસી ટીમને 11-રનથી પરાજય આપ્યો હતો.

 ભારતની જીતની શિલ્પી રહી ઓફ્ફ-સ્પિનર દીપ્તી શર્મા, જેણે 4 ઓવરમાં 8 રનમાં 3 વિકેટ લીધી હતી. એક સમયે એનાં બોલિંગ આંકડા આમ હતાઃ 3-3-8-3. એને 'પ્લેયર ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવી હતી.

 અંતિમ સ્કોરઃ ભારતીય મહિલાઓ 130-8 (20), સાઉથ આફ્રિકા મહિલાઓ 119 (19.5).

 કારકિર્દીની પહેલી જ મેચ રમનાર 15 વર્ષની ઓપનર શેફાલી વર્મા ઝીરો પર આઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધારે - 43 રન કર્યા હતા.

 પાંચેય મેચ સુરતના કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં જ રમાશે. બીજી મેચ 26મીએ રમાશે.READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN