સેન્ટ લુસિયા જોક્સે જમૈકા તાલાવાહને ૪ વિકેટથી હરાવ્યું

Indian News

Indian News

Author 2019-09-28 18:16:46

img

કેરેબિયન પ્રીમિયર લીગ ૨૦૧૯ માં સેન્ટ લુસિયા જોક્સ સામે પોતાની સાતમી લીગ મેચ હારી ક્રીસ ગેલની જમૈકા તાલાવાહ પ્લેઓફની રેસથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. કેસરિક વિલિયમ્સ અને રકીમ કોર્નવેલની શાનદાર ઇનિંગના આધારે સેન્ટ લુસિયા જોકસે જમૈકા ટીમને ૪ વિકેટથી હરાવી દીધું છે.

ડેરેન સેમી નેશન ક્રિકેટ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા જમૈકા ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૬૫ રન બનાવ્યા હતા. કેપ્ટન ક્રીસ ગેલે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓપનર બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ સાથે મળી પ્રથમ વિકેટ માટે ૪૮ રનની ભાગીદારી કરી હતી. પરંતુ ગ્લેન ફિલિપ્સ આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યા નહીં અને પાંચમી ઓવરમાં ૨૩ રન બનાવી હાર્ડસ વિલોજેનની બોલ પર કેચ આઉટ થઈ ગયા હતા.

ગ્લેન ફિલિપ્સના આઉટ થયા બાદ કેપ્ટન ક્રીસ ગેલ (૨૯) મી વધુ ક્રીઝ પર ટકી શક્યા નહીં અને દસમી ઓવરમાં ડેરેન સમી સામે આઉટ થઈ ગયા હતા. બંને ઓપનર બેટ્સમેનોના આઉટ થયા બાદ વિલિયમ્સે બોલિંગ અટેકની આગેવાની કરતા જમૈકા ટીમના બેટિંગ ક્રમને વેરવિખેર કરી દીધું હતું. વિલિયમ્સે ચાર ઓવરમાં ૨૪ રન આપી ત્રણ વિકેટ લીધી હતી.

ત્રીજી વિકેટ માટે બેટિંગ કરવા આવેલ ડ્વેન સ્મિથે ૩૮ બોલમાં ૫૮ રનની શાનદાર ઇનિંગ રમી જમૈકા તાલાવાહને ટીમને સમ્માનજનક સ્કોર પહોંચાડ્યું હતું. ૧૬૬ રનના સરળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સેન્ટ લુસિયા જોક્સ ટીમને કોર્નવાલે સારી શરૂઆત અપાવી હતી. રકીમ કોર્નવેલે આન્દ્રે ફ્લેચર (૧૭), કોલીન ઇન્ગ્રામ (૧૭) અને પછી વિજોજેન (૩૨) ની સાથે મહત્વની ભાગીદારીઓ બનાવી હતી. રકીમ કોર્નવેલે ૨૫ બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૫૧ રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. જેના આધારે સેન્ટ લુસિયામાં પાંચ બોલ બાકી રહેતા ૧૬૯ રન બનાવી ચાર વિકેટથી મેચ જીત ગયા હતા.

visit Vishvagujarat.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN