સૌરવ ગાંગુલીએ ધોનીના ભવિષ્ય અંગે કર્યો આ મોટો ખુલાસો

Indian News

Indian News

Author 2019-10-17 14:09:10

img

ઔપચારિક જાહેરાત પહેલાં જ લગભગ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, સૌરભ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બનશે. તેઓ સિલેક્ટર્સ સાથે વાત કર્યા બાદ જ મહેંદ્ર સિંહ ધોનીના ભવિષ્ય પર કોઇ ટિપ્પણી કરશે. ઉલ્લેખનિય છે કે, વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારત હાર્યું ત્યારબાદથી દોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.

વેસ્ટઈન્ડીઝ, સાઉથ આફ્રિકા સામે ન રમ્યા બાદ ધોની આવતા મહિને બાંગ્લાદેશ સામે રમાનાર ટી20 સીરીઝમાં પણ નહીં રમે. બાંગ્લાદેશ સામે રમાનાર આ સીરીઝની જાહેરાત 24 ઓક્ટોમ્બરે થશે.

ઉલ્લેખનિય છે કે, ધોનીએ હજી સન્યાસની જાહેરાત કરી નથી અને સિલેક્ટર્સે એ સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી ટીમ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ જોતાં ધોનીના ભવિષ્ય અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે.

સૌરવ ગાંગુલી: 24 ઓક્ટોમ્બરે સિલેક્ટર્સ સાથે કરીશ વાત
આ અંગેનો જ સવાલ સૌરવ ગાંગુલીને કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'હું 24 ઓક્ટોબરે સિલેક્ટર્સ સાથે વાત કર્યા બાદ જ કોઇ ટિપ્પણી કરીશ. હું જાણવા ઇચ્છું છું કે, આ અંગે સિલેક્ટર્સ શું વિચારે છે.'

આ અંગે ગાંગુલીએ સ્પષ્ટ જણાવ્યું કે, આ અંગે તેઓ ધોની અંગે પણ વાત કરી તેમની રાય જાણશે. તેમણે કહ્યું, 'અમારે એ પણ જોવાનું રહેશે કે ધોની શું વિચારે છે. હું તેમની સાથે વાત કરી જાણવા ઇચ્છું છું કે તે શું ઇચ્છે છે અને શું નહીં. જ્યાં સુધી સંપૂર્ણ પિક્ચર સ્પષ્ટ ન થઈ જાય ત્યાં સુધી કોઇ નિર્ણય ન લઈ શકાય.'

23 ઓક્ટોબરે સૌરવ ગાંગુલી ઔપચારિક રૂપે બીસીસીઆઈના અધ્યક્ષ બનશે અને 24 ઓક્ટોબરે સિલેક્ટર્સ સાથે વાત કરશે. ઉલ્લેખનિય છે કે, બાંગ્લાદેશ સામેની ટી20 સિરિઝની જાહેરાત 21 ઓક્ટોબરે થવાની હતી, એ હવે 24 ઓક્ટોબરે થશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD