સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફિવર: ટી20 જંગમાટે જબરો રોમાંચ

Indian News

Indian News

Author 2019-11-05 15:03:38

img

રાજકોટ:
ગુજરાતમાં મહા વાવાઝોડાની કભી હા કભી ના જેવી સ્થિતિ વચ્ચે બીજો ટી20 રમવા ભારત અને બાંગ્લાદેશ બન્ને ટીમો ગઈકાલે રાજકોટ આવી પહોંચતા આજથી સીટીમાં ક્રિકેટ ફીવર છવાવા લાગ્યો છે. આજે અને કાલે ટીમો નેટપ્રેકટીસ કરશે. જો કે તમામની નજર મહા વાવાઝોડા પર છે જે આ મેચ પુર્વેની પ્રેકટીસ પર પણ અસર પાડી શકે છે. જો કે આજે સવારથી રાજકોટનું હવામાન સ્વચ્છ છે તેથી આગામી ત્રણ દિવસમાં હવે કોઈ મોટા ફેરફાર થાય તો જ મેચ સામે પ્રશ્ર્ન છે. જો કે રાજકોટ તથા સૌરાષ્ટ્રવાસીઓ મહાની ઐસી તૈસી કરીને ટિકીટ ખરીદીનો જબરો ક્રેઝ નજરે ચડી રહ્યો છે અને હવે ગમે તે ઘડીએ સ્ટેડીયમ ફુલ થશે. બાંગ્લાદેશની ટીમે આજે સવારે 10 વાગ્યે સ્ટેડીયમમાં નેટપ્રેકટીસ શરૂ કરી હતી અને ટીમ ઈન્ડીયા એ બપોરે 2થી સાંજના પાંચ સુધીનો નેટપ્રેકટીસનો સમય રાખ્યો છે.

બીજી તરફ ગઈકાલે ટીમની સાથે જ ખાસ વિમાનમાં કોમેન્ટ્રી ટીમ પણ આવી પહોંચી છે. રાજકોટમાં ઈંગ્લીશ કોમેન્ટ્રી માટે સુનિલ ગાવસ્કર, સંજય માંજરેકર, લક્ષ્‍મણ શિવરામક્રિષ્નન, મુરલી કાર્તિક, હર્ષ ભોગલે, દિવદાસ ગુપ્તા અને અખ્તર અલી ખાન (બાંગ્લાદેશ) અને હિન્દી કોમેન્ટ્રી માટે ઈરફાન પઠાણ, હરભજનસિંઘ, આકાશ ચોપરા, જતીન સપુ અને સેજના ગણેશા રાજકોટ આવી પહોંચ્યા છે તો આકાશવાણી આ મેચની લાઈ કોમેન્ટ્રી પણ આપશે. જે માટે સુનિલ વૈધ્ય હિન્દીમાં અને મિલીન્દ વાગલે ઈંગ્લીશમાં કોમેન્ટ્રી આપશે.

કોમેન્ટ્રી ટીમ (ઈંગ્લીશ)
સુનિલ ગાવસ્કર
સંજય માંજરેકર
લક્ષ્‍મણ શિવરામક્રિષ્નન
મુરલી કાર્તિક
હર્ષ ભોગલે
દિવદાસ ગુપ્તા
અથાર અલીખાન (બાંગ્લાદેશ)

કોમેન્ટ્રી ટીમ (હિન્દી)
ઈરફાન પઠાણ
હરભજનસિંઘ
આકાશ ચોપરા
જતીન સપુ
સેજના ગણેશ

આકાશવાણી પરથી હિન્દી કોમેન્ટ્રી સુનિલ વૈદ્ય અને ઈંગ્લીશ કોમેન્ટ્રી મીલીન્દ વાગલે આપશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD