સૌરાષ્ટ્રમાં ટી-20નો રોમાંચ સર્જાવા લાગ્યો : ઓવર ટુ રાજકોટ...

Indian News

Indian News

Author 2019-11-04 14:06:08

img

રાજકોટ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના પ્રથમ ટી20માં પ્રવાસી ટીમે અપસેટ જેવી સ્થિતિનું સર્જન કર્યા બાદ હવે બન્ને ટીમો બીજો વનડે રમવા માટે આજે ખાસ વિમાન દ્વારા રાજકોટ આવી રહી છે અને આ વનડે બન્ને ટીમ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

ટીમ ઈન્ડીયા રાજકોટનો મેચ જીતીને ત્રણ મેચની શ્રેણી સમતોલ કરવા પ્રયાસ કરશે તો બાંગ્લાદેશની ટીમ જીતનો જુસ્સો જાળવી રાખવા પ્રયાસ કરશે તેથી રાજકોટનો મેચ રસપ્રદ બની રહેશે.
સૌરાષ્ટ્ર ભણી આવી રહેલા મહા વાવાઝોડાના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હવામાન પલટો થયો છે અને મહા વાવાઝોડુ તા.6ના સૌરાષ્ટ્રના દરિયાકિનારે હીટ કરશે તથા રાજકોટમાં પણ તેની અસર હેઠળ વરસાદ પડશે. જો કે એસસીએ દ્વારા આ મેચ પુર્વે વરસાદની પુર્વ તૈયારી રૂપે પીચ પૂર્ણ કવર કરી લેવામાં આવી રહી છે તથા હજુ રાજકોટમાં શનિવારે સ્ટેડીયમ એરીયામાં ધોધમાર હતો. તે સમયે પણ પીચ કવર હતી તથા શકય હોય તેટલું પુરુ મેદાન કવર કરાયુ હતું. હવે મેચના દિને કેવો કેટલો વરસાદ આવે છે. તેના પર આધાર છે. જો કે પીચ તથા આઉટફીલ્ડ કવર હોવાથી મેચમાં કોઈ વિધ્ન સર્જાવાની શકયતા નથી.
રાજકોટમાં ટીમ ઈન્ડીયાને હોટેલ આઈટીસી ફોર્ચ્યુનમાં ઉતારાઈ છે. હોટેલમાં ટીમના આગમન પુર્વે ક્રિકેટ મેદાન દડા અને સ્ટમ્પની ઝાંખી આપતી કેક તૈયાર કરવામાં આવી છે અને ટીમને આવકારવા ખાસ તૈયારી છે. બાંગ્લાદેશની ટીમ ઈમ્પીરીયલમાં ઉતરશે. ટીમની સાથે કોચ રવિશાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફ પણ છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આ ટી20ના કારણે જબરો રોમાંચ છવાવા લાગ્યો છે.
દિલ્હીમાં ધુંધળા હવામાન વચ્ચે પણ બન્ને ટીમોએ નેટ પ્રેકટીસ કરી હતી. રાજકોટમાં આજે બન્ને ટીમ આરામ ફરમાવશે અને હોટેલમાં જ રહેશે તો કાલે સવારના બાંગ્લાદેશની ટીમ તથા બપોર બાદ ટીમ ઈન્ડીયા નેટ પ્રેકટીસ કરશે તો તા.6ના પણ બન્ને ટીમો નેટ કરશે અને તા.7ના સાંજે 7 વાગ્યે મેચ શરુ થશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD