હકકથી પ્રથમ ટી20 જીતતું બાંગ્લાદેશ

Indian News

Indian News

Author 2019-11-04 14:04:43

img

નવી દિલ્હી: પાટનગરના જબરા પ્રદૂષણ ભર્યા વાતાવરણ વચ્ચે રમાયેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડીયાના ડ્રોપ-કેચ તથા મીસ કરેલા રીવ્યુની મદદથી મજબૂત બનેલા બાંગ્લાદેશના ખેલાડી મુશ્ફીકર રહીમ અને સૌમ્ય સરકારે અગાઉ જે અર્ધ સદીની પાર્ટનરશીપ બનાવી હતી તેના આધારે મજબૂત રમત બાદ ખલીલની આખરી ઓવરમાં ઉપરાછાપરી ચાર ચોગ્ગા સાથે 18 રન ફટકારીને બાજી મારી લીધી હતી. બાંગ્લાદેશના દાવમાં આખરી ઓવરોમાં બન્ને તરફ પ્રેસર હતું પણ રહીએ તે ભારત પર લાદવામાં સફળતા મેળવી હતી તથા ટીમ ઈન્ડીયા લાંબા સમય પછી ખરાબ ફિલ્ડીંગનો ભોગ બની હતી અને મેચમાં ત્રણ દડા બાકી હતા તે સમયે કપ્તાન મહમુલુલ્લાહે છગ્ગો ફટકારીને ભારત સામેનો પ્રથમ ટી20 જીતી લીધો હતો.

ટીમ ઈન્ડીયાને તેના આ મેચમાં સ્ટાર્ટીંગ પ્રોબ્લેમ નડયો હતો. કપ્તાન રોહિત ફકત નવ રન બનાવી આઉટ થયા તેણે ખુદના એલબીડબલ્યુ પર ભરોસો ન હતો. તેથી રીવ્યુ માંગ્યુ પણ તે નિષ્ફળ રહ્યો હતો. ધવને એક છેડે 42 દડામાં 47 રન બનાવ્યા અને ટીમ ઈન્ડીયાનો 20 ઓવરનો દાવ 148 રનમાં પુરો થયો હતો.
મેચ બાદ કપ્તાન રોહિત શર્માએ કબુલ્યુ કે ખરાબ ફિલ્ડીંગ તથા ખોટા રીવ્યુએ મેચ તેના હાથમાંથી સરકી ગયો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ નવમો ટી20 મેચ હતો. જેમાં હવે બાંગ્લાદેશે ખાતુ ખોલાવ્યું છે. દિલ્હીની વિકેટ જોતા 148નો સ્કોર ટીમ ઈન્ડીયા ડિફેન્સ કરી શકે તેમ હતી.
રોહિતે સ્વીકાર્યુ કે બાંગ્લાદેશી ટીમ આજની જીતની હકકદાર છે. હવે ટીમ ઈન્ડીયા આજે રાજકોટ આવી પહોંચી છે અને તા.7ના રોજ બીજો વનડે રમશે.

મેચની સાથે સાથે
* આ મેચમાં બન્ને ટીમનો પ્રારંભ લગભગ સમાન રહ્યો પણ શિખરની જેમ સરકાર ચાલશે અને રહીમે ફિનીશરની ભૂમિકા નિભાવી હતી. ટીમ ઈન્ડીયા આંચકાથી સ્થિત સંભાળી ન શકી. બાંગ્લાદેશે તે ખુબીથી કામ કર્યુ. સૌમ્ય સરકારે (39) નઈમની સાથે 26 રનની બીજી વિકેટની ભાગીદારીમાં 46 અને પછી રહીમની સાથે ત્રિજી વિકેટની ભાગીદારીમાં 60 રન ઉમેર્યા હતા.
* ખલીલ અહેમદે સૌમ્ય સરકારને આઉટ કરીને ભારતીય ટીમને આશા આપી પણ રહીમને કુણાલ પંડયાએ જીવતદાન આપ્યુ તે બાદ તે એલબીડબલ્યુના નિર્ણયમાં રીવ્યુ નહી મંગાતા બચી ગયો અને પછી તેણે ખલીલની ઓવરમાં જ ચાર ચોગ્ગા ફટકાર્યા છે.
* વિરાટ-ધોની બન્નેની હાજરીની કમી મહેસૂસ થઈ. વિરાટની જેમ રોહિત આક્રમક ફિલ્ડીંગ ગોઠવી શકયો નહી અને ધોની જેમ રીવ્યુને પારખી શકતો હતો તે ટીમ ઈન્ડીયામાં રોહિત કે તેના સાથી કરી શકયા નથી.
* ઋષભ પંતે ફરી નિરાશ કર્યા છે. કિપીંગમાં તેણે ઝલક દેખાડી નતી તો તેના હોમ ગ્રાઉન્ડમાં 27 રન જ બનાવી શકશે.
* આ મેચમાં શિવમ દુબેને લીમીટેડ ઓવરની કેપ મળી છે અને તે ભારત વતી ટી20 રમનાર 82મો ખેલાડી બન્યો છે. જો કે તેને આ મેચમાં કોઈ સફળતા મળી નથી. બાંગ્લાદેશ વતી મોહમ્મદ નઈમે તેની ટી20 કેરીયર શરૂ કરી છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD