હવે વાહનોની નંબર પ્લેટ પર લગાવવી પડશે ચમકતી ટેપ, નહિતર..

Khabarchhe

Khabarchhe

Author 2019-10-23 16:34:07

img

રસ્તાઓ પર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટું પગલું ભરી શકે છે. એક નવા નિયમ અનુસાર, હવે ગાડીઓની નંબર પ્લેટ પર રેટ્રો ટેપ એટલે કે ચમકતી ટેપ લગાવવી અનિવાર્ય કરી દેવામાં આવશે. નિયમ અનુસાર, જો કોઈ પણ ગાડીની નંબર પ્લેટમાં આ ટેપ નહિ લાગી હોય તો તેમને દંડ ફટકારવામાં આવી શકે છે. રોડ અકસ્માત થતાં અટકાવવા માટે સરકાર આ પગલું ભરી શકે છે.

img

નંબર પ્લેટ પરના રેટ્રો ટેપને કારણે અંધારામાં કારનો પ્રકાશ તેના પર પડતાંની સાથે જ તે ચમકવા લાગે છે. નંબર પ્લેટ ફ્લેશ થવાને કારણે પાછળના અથવા આગળના કારના ડ્રાઇવરને ખબર પડી જશે કે તેની સામે એક કાર છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય આ અઠવાડિયામાં વાહનોમાં રેટ્રો રિફ્લેક્ટીવ ટેપ અંગેની સૂચના રજૂ કરી શકે છે. રેટ્રો ટેપ અંગે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, રોડ અકસ્માતને ધ્યાનમાં રાખતા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.

img

નિયમ શું છે?

નિયમ અનુસાર, રિક્શા અને ઈ-રિક્શામાં આગળ સફેદ અને પાછળ લાલ રંગની રેટ્રો રિફ્લેક્ટિવ ટેપ લગાવવી જરૂરી છે. આ ટેપની પહોળાઈ 20 મિમીથી ઓછી ન હોવી જોઈએ. જો ગાડી કલાકે 25 કિમીની ઝડપે દોડી રહી હોય તો રેટ્રો ટેપની ચમક 50 મીટર દૂરથી પણ દેખાવી જોઈએ.

પહેલાં ઈ-રિક્શાને આ નિયમમાંથી રાહત આપવામાં આવી હતી. પરંતુ હવે રસ્તામાં ઈ-રિક્શાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. સરકારનો પ્રયાસ છે કે ઓછામાં ઓછા રોડ અકસ્માત થાય તેના માટે જ જરૂરી ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN