હવે હેલમેટ વગર અમદાવાદમાં આ જગ્યાએ પ્રવેશી શકાશે નહીં

Khabarchhe

Khabarchhe

Author 2019-09-26 13:33:26

img

ગુજરાતના લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે તે માટે સરકાર અને પોલીસ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણા શહેરોમાં મહાનગરપાલિકા દ્બારા લોકોમાં ટ્રાફિકના નિયમોને લઇ જાગૃતિ આવે તે માટે અલગ અલગ પ્રકારના બેનરો લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકારની વીજ કંપની PGVCLએ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા કર્મચારીઓ માટે દંડની જોગવાઈ પણ કરી છે.

img

હવે IIM દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. લોકો ફરજીયાત પણે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે IIM દ્બારા એક નોટીસ જાહેર કરવામાં આવી છે. આ નોટીસમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હેલમેટ વગરના લોકો સંસ્થામાં પ્રવેશ કરી શકશે નહીં.

img

એક રિપોર્ટ અનુસાર IIM દ્વારા આ નિયમ તમામ લોકો માટે લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મુલાકાતી હોય કે, IIMના અધિકારીઓ કોઈ પણ હેલમેટ વગર IIMના પ્રવેશ કરી શકશે નહીં. IIMમાં આવતા તમામ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે IIMના મુખ્ય ગેટ પર જ ટ્રાફિકના નિયમોના પાલન કરવાની સુચના આપતું એક બેનર લગાડવામાં આવ્યું છે.

img

આ બેનરમાં લાલ કલરથી હેલમેટનું ચિન્હ બનાવવાના આવ્યું છે અને નીચે લાલ કલરમાં લખવામાં આવ્યું છે, 'NO HELMET, NO ENTRY' આ ઉપરાંત લખવામાં આવ્યું છે કે,'ટ્રાફિક નિયમનું પાલન કરો, આઈ. આઈ. એમ અમદાવાદ પરિસરમાં આવતા ટુ-વ્હીલર ચાલક હેલમેટ વગર પ્રવેશી શકશે નહીં'. આ નિયમનું પાલન કરવવા માટે IIMના ગેટ પર ઉભેલા સુરક્ષા કર્મીઓ ટુ-વ્હીલર પર આવતા કોઈ પણ વાહન ચાલકને હેલમેટ વગર IIMમાં પ્રવેશવા દેતા નથી.

આ બાબતે IIMમાં આવતા મુલાકાતીએ જણાવ્યું હતું કે, હેલમેટ વગર તો બહાર ન જ નીકળાય. હેલમેટ પહેરવું એ આપણી સુરક્ષા માટે જરૂરી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN