હાર્દિક પંડ્યા : એક સમયે Maggi ખાઈ પેટ ભરતો હતો, આજે જીવે છે Luxury Life

News18

News18

Author 2019-10-11 10:54:33

img

નવી દિલ્હી : ભારતીય સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Happy Birthday Hardik Pandya) મેદાન પર પોતાની બેટિંગ અને તેની બહાર પોતાની અલગ સ્ટાઇલ માટે જાણીતો છે. 11 ઑક્ટોબરે 27 વર્ષ પૂરા કરનારો ક્રિકેટર આજે ભલે લક્ઝરી લાઇફ જીવી રહ્યો હોય પરંતુ આ જિંદગી માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. વડોદરા (Vadodara)થી શરૂ થયેલી હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની સફર આજે ટીમ ઈન્ડિયા (Team India)સુધી પહોંચી છે જેના માટે તેણે અથાગ મહેનત અને અનેક ત્યાગ કર્યા છે.

હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા (Himanshu Pandya) સુરત (Surat)માં ફાયનાન્સનો વેપાર કરતા હતા. જોકે, થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા. તે સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશા પોતાના બંને દીકરાઓને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેક વાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.

રમતા માટે ક્રિકેટની કિટ નહોતી

આ દરમિયાન હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા (Krunal Pandya)ને તેઓએ આર્થિક તંગી હોવા છતાંય કિરણ મોરે (Kiren More)ની એકેડમીમાં એડમિશન અપાવ્યું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યારબાદ તેણે સમગ્રપણે ક્રિકેટ પર ફોકસ કરવા માટે અભ્યાસ છોડી દીધો.

img

કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે

હાર્દિકનું કહેવું છે કે જ્યારે તે 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું. પરંતુ હાર્દિક માટે સંઘર્ષ ખતમ નહોતો થયો.

મૈગી ખાઈને કામ ચલાવ્યું હતું

હાર્દિક પંડ્યાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે તે અંડર-19 ટીમમાં હતો તે સમયે સવાર-સાંજ તે પૈસાની તંગીના કારણે માત્ર મૈગી ખાઈને કામ ચલાવતો હતો. તે સમયે તેના પરિવારની પાસે બે સમય ખાવાની સગવડ કરવી પણ મુશ્કેલ હતી. તેમનો આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી તેને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તરફથી આઈપીએલ રમવાની તક ન મળી.

હાર્દિકે વર્ષ 2016માં ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટી-20 ડેબ્યૂ કર્યુ હતું. ત્યારબાદ એ જ વર્ષે તેને વનડે ટીમમાં પણ તક મળી. ભારતીય ટીમે તેને બીજા જ વર્ષે શ્રીલંકાની વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં પણ તક આપી જેનો તેણે ખૂબ જ ફાયદો ઉઠાવ્યો. હાર્દિક પંડ્યા આજે ત્રણેય ફોર્મેટમાં ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

આ પણ વાંચો,

સર્જરી બાદ હાર્દિક પંડ્યા આવી રીતે ચાલ્યો Baby Steps

ક્રિકેટર મનીષ પાંડે આ ગ્લેમરસ અભિનેત્રી સાથે કરશે લગ્ન

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN