હાલ ક્રિકેટમાં નહીં ટેનિસમાં હાથ અજમાવે છે ધોની

Indian News

Indian News

Author 2019-11-07 21:38:13

img

નવી દિલ્હી તા.7
ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની કયારે સન્યાસ લેશે કે કોલકતાના ડે નાઈટ ટેસ્ટમાં કોમેન્ટરી કરશે કે કેમ તે ખબર નથી. પરંતુ ધોની જેએસસીએ સ્ટેડીયમની ટેનીસ અકાદમીમાં ટેનીસ પ્રતિયોગીતામાં જોરશોરથી ભાગ લઈ રહ્યો છે, આ પ્રતિયોગીતા આજથી ચાલુ થઈ ગઈ છે.ધોની પોતાના ઘરથી પોતાની કાવાસાકી બાઈકમાં સ્ટેડીયમમાં સ્થિત ટેનીસ કોર્ટમાં પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ધોની આ પ્રતિયોગીતાના ડબલ્સ વર્ગમાં ગત વર્ષનો ચેમ્પીયન છે. ડિસેમ્બર 2018માં યોજાયેલી જેએસસીએ ક્ધટ્રી કલબ ટેનીસના ફાઈનલમાં ધોનીએ સુમીતકુમાર સાથે મળીને ડબલ્સ ખિતાબ જીત્યો હતો. ફાઈનલમાં જીત્યા બાદ પુરસ્કાર વિતરણ પણ મુખ્ય અતિથિ ધોનીના હસ્તે થયેલ.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD