૧૦ વર્ષ બાદ પાકિસ્તાનમાં રમાશે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ

Indian News

Indian News

Author 2019-09-27 16:16:30

img

શ્રીલંકા ટીમ ચર્ચિત પાકિસ્તાન પ્રવાસ પર આજે પોતાની પ્રથમ વનડે મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ૩ વાગ્યે શરુ થશે. શ્રીલંકા અને પાકિસ્તાનની વચ્ચે પ્રથમ વનડે મેચ ઐતિહાસિક કરાચી નેશનલ સ્ટેડીયમમાં રમાશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯ બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ પાકિસ્તાનમાં રમાવવાની છે. તમને યાદ હશે કે, વર્ષ ૨૦૦૯ માં લાહૌરમાં શ્રીલંકાની ટીમ પર આંતકી હુમલો થયો હતો ત્યાર બાદ આઈસીસીએ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ આતંકી હુમલામાં ૮ લોકોના મુત્યુ અને ઘણા ખેલાડી ઈજાગ્રસ્ત થયા હતા.

હવે જ્યારે પાકિસ્તાનમાં ક્રિકેટની શરૂઆત થઈ રહી છે તો પાકિસ્તાની ચાહકો ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.

ભલે શ્રીલંકાના ટોચના ખેલાડી આ સીરીઝમાં રમી રહ્યા નથી.

રેકોર્ડ : બને ટીમોની વચ્ચે વનડેમાં ૧૫૩ મેચ રમાઈ છે જેમાં ૯૦ મેચ પાકિસ્તાનની ટીમ જીતવામ સફળ રહી છે જ્યારે ૫૮ મેચ શ્રીલંકાની ટીમ જીતવામાં સફળ રહી છે.

પાકિસ્તાન ટીમ આ પ્રકાર છે : ફખર જમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ, હારીસ સોહેલ, સરફરાઝ અહેમદ (કેપ્ટન અને વિકેટકીપર), આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, વહાબ રિયાઝ મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, ઉસ્માન શીનવારી, ઇફિતખાર અહેમદ, આબિદ અલી.

શ્રીલંકાની ટીમ આ પ્રકાર છે : લાહિરુ થીરીમાને (કેપ્ટન), દનુષ્કા ગુણાથીલાકા, અવિષ્કા ફર્નાન્ડો, સદેરા સમરવિક્રમા (વિકેટકીપર), શેહાન જયસુર્યા, દાસુન શનાકા, વાનીન્દ્ર હસરંગા, ઇસુરુ ઉડાના, નુવાન પ્રદીપ, કસુન રાજીથા, લખન સંદકણ, ઓસામા ફર્નાડ, ઓસામા ફર્નાડીસ ભાનુકા, લાહીરુ કુમારા.

visit Vishvagujarat.com

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD