5 પત્નીઓનો ખર્ચ ન ઉઠાવી શક્યો તો બન્યો ચોર

Khabarchhe

Khabarchhe

Author 2019-10-30 23:29:49

img

મધ્ય પ્રદેશ પોલીસના STFને મોટી સફળતા મળી છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ)માં નર્સના પદ માટે ભરતી કરાવવાનું કહીને ઠગાઈ કરનારાઓની ટૂકડીને STFએ પકડી પાડી છે.

વાત એમ છે કે, પોલીસને ફરિયાદ મળી હતી કે, અમુક લોકો મહિલાઓને એમ્સમાં નર્સની નોકરી અપાવશે એવું કહીને તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હતા. જે પછી આ મામલો STFને સોંપી દેવામાં આવ્યો હતો.

તપાસ કર્યા પછી STFએ આ ગૃપના કિંગપિંગ દિલશાદ ખાન અને આલોક કુમારની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, આ ગૃપ એમ્સમાં નર્સના પદ પર ભરતી કરાવવાના નામે અત્યાર સુધીમાં 50થી વધારે યુવતિઓ પાસેથી લાખો રૂપિયા ઠગી ગયો છે.

આરોપીની 5 પત્નીઓઃ

ADG STF અશોક અવસ્થી અનુસાર, આરોપી દિલશાદ ખાનની 5 પત્નીઓ છે. જેમના ભરણ-પોષણ માટે ખાસ્સો એવો ખર્ચો થાય છે. તે પૂરો કરવા માટે દિલશાદે ઠગાઈનો ધંધો શરૂ કર્યો.

દિલશાદે જણાવ્યું કે, તેની એક પત્ની જબલપુરમાં ખાનગી દવાખાનું ચલાવે છે. જ્યારે તેના સાથી આલોકની પત્ની ભોપાલમાં સરકારી ગર્લ્સ હોસ્ટલની સુપરિટેંડેંટ છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને મહિલાઓનું ઠગાઈ સાથે કોઈ સંબંધ નથી. પણ તેમની પાસેથી તેમની ભૂમિકા વિશે પૂછપરછ કરવામાં આવશે. આ ગૃપના નિશાનાઓ પર ભણેલી યુવતિઓ રહેતી હતી. જેઓ નોકરીની શોધમાં ફરતી હતી. હાલમાં તો STF એ તપાસ કરી રહ્યું છે કે, જે યુવતિઓ પાસેથી નાણાં પડાવ્યા હતા તેઓ મધ્યપ્રદેશના કયા ગામની કે શહેરની છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN