BCCIએ IPLની આ પરંપરા કરી બંધ, થશે બોલિવૂડને ભારે નુકશાન

GSTV

GSTV

Author 2019-11-07 05:21:18

img

સોમવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન ઉદઘાટન સમારોહને IPLમાંથી હટાવવાનું સૂચન કરવામાં આવ્યું. સાથે જ IPL ગવર્નિંગ કાઉન્સિલ નો-બોલ પર નજર રાખવા માટે ચોથા અમ્પાયરને રાખવાનો વિચાર કરી રહી છે. જો કે આ સેરેમની બંધ થવાથી બોલિવૂડ સિતારાઓને ઘણું નુકશાન થશે.

img

સેરેમની ખર્ચાળ હોવાથી બંધ કરવાની પહેલ

BCCI IPLથી ઓપનિંગ સેરેમનીને હટાવવાનો નિર્ણય કરી શકે છે. બોર્ડનું માનવું છે કે બોલિવૂડ સ્ટાઇલમાં ઉદ્ધાટન સમારોહ ખૂબ જ ખર્ચાળ હોય છે. રિપોર્ટ પ્રમાણે ઓપનિંગ સેરેમનીમાં લગભગ રૂ.30 કરોડનો ખર્ચ થાય છે.

img

તેથી બેઠકમાં IPLમાંથી ઓપનિંગ સેરેમનીને હટાવવાની ભલામણ કરવામાં આવી છે. આઇપીએલ સંચાલન પરિષદ નો-બોલ પર નજર રાખવા માટે ચોથા અમ્પાયર રાખવાનો વિચાર કરી રહી છે. સૂત્રો મુજબ BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, ઉદ્ધાટન સમારોહ રૂપિયાની બર્બાદી છે. એમાં ક્રિકેટ પ્રશંસકોનો રસ દેખાતો નથી અને કલાકારોને મોટા પ્રમાણમાં ચુકવણી કરવી પડે છે.

સેરેમની બંધ થશે તો બોલિવૂડ-હોલિવૂડને નુકશાન

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વર્ષોમાં કેટલાક બોલિવૂડ સ્ટાર્સ સિવાય ઇન્ટરનેશનલ પોપ સ્ટાર-કેટી પેરી, એકોન અને પિટ બુલે આતીશબાજી અને લેઝર શો વચ્ચે આઇપીએલ ઉદ્ધાટન સમારોહમાં પરફોર્મ કર્યું હતું.

img

IPLમાંથી ઓપનિંગ સેરેમની હટાવવામાં આવશે તો બોલિવૂડ સ્ટાર્સને મોટું નુકસાન થવાની સંભાવના છે. કારણ કે IPLથી થતી મોટી કમાણી અટકી શકે છે. બીજી તરફ નો-બોલ પર અધિકારીએ કહ્યું કે,‘ગત સિઝનમાં કેટલાક ખેલાડીઓને આઉટ આપવામાં આવ્યા હતા. પરંતુ પછી રિપ્લેથી જાણ થઈ કે બોલરે ઓવરસ્ટેપ કર્યું હતું. આ વિચાર ખામીઓને ઓછી અને દૂર કરવા માટે છે. રિપોર્ટ મુજબ આગામી આઇપીએલ હરાજી 19 ડિસેમ્બરે કોલકાતા ખાતે થશે.

Read Also

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD