BCCIની કમાન સંભાળશે સૌરવ ગાંગુલી, તોડશે 65 વર્ષ જૂનો આ રેકોર્ડ

Indian News

Indian News

Author 2019-10-15 13:55:41

img

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષ હશે. પોતાની આક્રામક કેપ્ટન્સીના દમ પર ભારતને વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડનાર ગાંગુલી આ પદ સંભાળનાર બીજા ભારતીય કેપ્ટન હશે. તે ભારત માટે 400થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. ગાંગુલી 10 મહિના માટે બોર્ડના અધ્યક્ષ હશે. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2020માં પૂરો થશે.

65 વર્ષનો રેકોર્ડ તોડશે ગાંગુલી

ગાંગુલી BCCI અધ્યક્ષ પદ સંભાળનાર ભારતના બીજા એવા ક્રિકેટર છે જેણે ભારતીય ટીમની કેપ્ટન્સી કરી છે.

ગાંગુલી પહેલા બીસીસીઆઇ અધ્યક્ષ બનનાર એકમાત્ર ભારતીય ટીમ કેપ્ટન વિજયનગ્રામ કે વિજ્જીના મહારાજકુમાર હતાં.

મહારાજકુમારે વર્ષ 1936માં ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 3 ટેસ્ટ મેચમાં ભારત માટે કેપ્ટન્સી કરી હતી. જે બાદ તેઓ વર્ષ 1954માં બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા અને તેમનો કાર્યકાળ 1956 સુધી હતો. આવું 65 વર્ષ બાદ બનશે જ્યારે કોઇ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન રહેલો ખેલાડી બીસીસીઆઇનું અધ્યક્ષ પદ સંભાળશે.

સુનીલ ગાવાસ્કર બન્યા હતાં વચગાળાના પ્રમુખ

સૌરવ ગાંગુલી પહેલા ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવાસ્કરને 2014માં બીસીસીઆઇના વચગાળાના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. સુનીલ ગાવાસ્કરે ભારત માટે 233 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ગાવાસ્કર ઉપરાંત ભારત માટે 42 મેચ રમનાર શિવલાલ યાદવે પણ બોર્ડનું અધ્યક્ષ પદ સંભાળ્યુ છે પરંતુ બંને બોર્ડના વચગાળાના પ્રમુખની ભૂમિકામાં હતાં.

  • રાહુલ ગાંધીએ ધાનાણી અને ચાવડા સામે કરી લાલ આંખ, આપ્યું આ અલ્ટિમેટમ
  • અમેરિકાની GPS સર્વિસ નહી, પરંતુ હવે આ દેસી એપ બતાવશે તમને રસ્તો
  • જે વિવાદિત નિયમને કારણે ન્યૂઝીલેન્ડ પાસેથી ઇંગ્લેન્ડે ઝૂંટવી લીધો વર્લ્ડકપ, તેને ICCએ બદલી નાંખ્યો
  • હાઈવે પર ચાલતી કારમાં સબંધ બનાવી રહ્યું હતું આ કપલ, પછી થયું એવું કે…
  • નસીબ હોયતો આ પ્લમ્બર જેવું, પહેલી કાર 80 લાખમાં વેચી તો મળી ગઈ બીજી
  • READ SOURCE

    ⚡️Fastest Live Score

    Never miss any exciting cricket moment

    OPEN