BCCIની જવાબદારી સંભાળવી મોટો પડકાર છે: સૌરવ ગાંગુલી

Indian News

Indian News

Author 2019-10-14 21:19:42

img

મુંબઈ તા.14
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષપદે સૌરવ ગાંગુલીની વરણી નિશ્ર્ચિત છે. ભારતીય ટીમના પુર્વ કપ્તાને જણાવ્યું હતું કે ક્રિકેટની મોટી સંસ્થાનું ધ્યાન રાખવું સહેલું નહીં હોય, ગાંગુલીએ આજે અધ્યક્ષપદનું ફોર્મ ભર્યું હતું. ગાંગુલીએ જણાવ્યું હતું કે આ નિમણુંકથી મને વધુ આનંદ થયો છે. કેટલાક વર્ષોથી બીસીસીઆઈની છબીને ઘણું નુકશાન થયું છે. એ સુધારવા હું કંઈ કરી શકું એ માટે મારી પાસે સારી તક છે.
ગાંગુલી હાલમાં બંગાળ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ છે. તેણે જણાવ્યું હતું કે ફર્સ્ટ કલાસ ક્રિકેટરો પર ધ્યાન આપવું મારી પ્રથમ પ્રાથમીકતા છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN