IND v BAN : દિલ્હીમાં પ્રથમ ટી-20 પર ખતરો, આવું છે કારણ
નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ (India and Bangladesh) વચ્ચે 3 નવેમ્બરે ફિરોઝશાહ કોટલા (Feroz shah Kotla)માં યોજાનાર પ્રથમ ટી-20 મેચ પહેલા દિલ્હી અને તેની આજુબાજુના ક્ષેત્રમાં વધી રહેલું હવાનું પ્રદુષણ ચિંતાનો વિષય બન્યું છે. ડિસેમ્બર 2017માં શ્રીલંકાની ક્રિકેટ ટીમને કોટલામાં ટેસ્ટ મેચ દરમિયાન મુશ્કેલી થઈ હતી. જેના કારણે મોટાભાગના ખેલાડીઓ માસ્ક પહેરીને મેદાનમાં આવ્યા હતા.
બીસીસીઆઈ(BCCI)ની રોટેશન નીતિ અને મહેમાન ટીમના યાત્રાનો કાર્યક્રમ જોતા બીસીસીઆઈએ પ્રથમ મેચ દિલ્હીમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. તેને આશા હતી કે આ મેચમાં શહેરની હવા મુદ્દો બનશે નહીં. જોકે દિવાળીના બે દિવસ પહેલા એર ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) ખરાબ થઈ ગયો છે.
બીસીસીઆઈ (BCCI) અને ડીડીસીએના અધિકારીઓએ કહ્યું છે કે ખરાબ હવા પ્રદુષણ તેમના નિયંત્રણથી બહાર છે અને આશા રાખીએ છીએ કે મેચ દિવાળીના એક સપ્તાહ પછી થશે તો ત્યાં સુધી નિયંત્રણમાં આવી જશે.