IND v SA: મયંકના 150 રન, ભારત 350 રનને પાર

Indian News

Indian News

Author 2019-10-03 15:53:38

img

વિશાખાપટ્ટનમઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતે 97 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 352 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 151 અને કોહલી 15 રને રમતમાં છે.



લંચ સુધીમાં 1 વિકેટ ગુમાવી 122 રન કર્યા

બીજા દિવસે ભારતે 59.1 ઓવરમાં 202 રનના સ્કોર પરથી શરૂઆત કરી હતી. લંચ સમયે 88 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 324 રન હતો. લંચ પછીના પ્રથમ બોલ પર જ ટીમ ઈન્ડિયાએ ચેતેશ્વર પૂજારાની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 176 રન બનાવી મહારાજની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. પૂજારાને ફિલાન્ડરે 6 રન પર બોલ્ડ કર્યો હતો.


મયંક અગ્રવાલની ટેસ્ટમાં પ્રથમ સદી

આ પહેલા મયંક અગ્રવાલે કરિયરની પ્રથમ સદી ફટાકરી હતી. તેણે 206 બોલમાં સદી ફટકારી હતી. ટેસ્ટમાં સદી ફટકારનારો મયંક ભારતનો 86મો બેટ્સમેન બન્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતી વખતે સદી ફટકારનારો 33મો ખેલાડી બન્યો હતો. મયંક અગ્રવાલ ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ ઈનિંગ રમતી વખતે સદી ફટકારનારો ટીમ ઈન્ડિયાનો ચોથો ખેલાડી બની ગયો છે. આ પહેલા શિખર ધવન, પૃથ્વી શૉ અને રોહિત શર્મા આ કારનામું કરી ચુક્યા છે.


સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપ

રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડી (317 રન) એ સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ કર્યો છે. આ પહેલા રેકોર્ડ સેહવાગ-ગંભીરના નામે હતો. 2004-05માં તેમણે કાનપુરમાં 218 રનની ભાગીદારી કરી હતી. બંને દેશો વચ્ચે સર્વોચ્ચ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટન અને એન્ડ્રૂ હડસનના નામે હતો. આ બંનેએ 1996-97માં કોલકાતામાં 236 રનની ભાગીદારી કરી હતી.આ રેકોર્ડને પણ રોહિત-મયંકની જોડીએ તોડ્યો હતો.




રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓપનર તરીકે મેદાનમાં ઉતરીને શાનદાર બેટિંગ કરતાં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી. વરસાદના કારણે 59.1 ઓવર બાદ પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો સ્કોર વિના વિકેટે 202 રન હતો. રોહિત શર્મા 115 રન ( 12 ચોગ્ગા અને 5 છગ્ગા) તથા મયંક અગ્રવાલ 84 રન (11 ચોગ્ગા અને બે છગ્ગા) બનાવી રમતમાં હતા.


આ ફેનના ટેટુ જોઈને કોહલી રહી ગયો હેરાન, શરીર પર છે વિરાટના રેકોર્ડ્સનું લિસ્ટ, જાણો વિગત

નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલ, હજારો મુસાફરો અટવાયા

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN