IND v SA: રોહિત શર્માએ સેહવાગના રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગતે

Indian News

Indian News

Author 2019-10-03 15:53:38

img

વિશાખાપટ્ટનમઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર્સે પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્મા 176 રન બનાવી પ્રથમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો. રોહિતે તેની આ ઈનિંગ દરમિયાન વિરેન્દ્ર સેહવાગના રેકોર્ડની બરાબરી કરી હતી.

રોહિતે 176 રનની ઈનિંગ દરમિયાન 23 ચોગ્ગા અને છ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. છ સિક્સર ફટકારવાની સાથે જ રોહિતે ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધારે સિક્સ મારવાના પૂર્વ ભારતીય ઓપનર સેહવાગના રેકોર્ડની બરાબરી કરી હતી. સેહવાગે પાકિસ્તાન સામે 6 છગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ સિક્સર મારવાના મુદ્દે ઓપનર તરીકે રોહિત શર્મા હાલ સેહવાગ સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબર પર આવી ગયો છે.ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ સિક્સ મારવાના મુદ્દે પૂર્વ ઓપનર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુ ટોચ પર છે. સિદ્ધુએ શ્રીલંકા સામે 8 સિક્સર મારી હતી. આ રેકોર્ડને હજુ સુધી કોઈ ભારતીય ઓપનર તોડી શક્યું નથી. બીજા નંબર પણ સેહવાગ છે, તેણે શ્રીલંકા સામે સાત સિક્સર ફટકારી હતી.

ભોપાલઃ નેતા-અધિકારીઓ સાથે બોલીવુડની આ અભિનેત્રીઓએ પણ માણ્યું હતું સેક્સ, જાણો ક્યાં ચાલતી કામલીલા ?

સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના બંને ઓપનરોએ ફટકારી સદી, જાણો કેટલા રેકોર્ડ બન્યા

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN