IND v SA LIVE : ભારતને મળી સાતમી સફળતા, ડુપ્લેસિસની ફિફ્ટી

ABP Asmita

ABP Asmita

Author 2019-10-12 12:19:00

img

પુણેઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજો દિવસ છે. હાલ સાઉથ આફ્રિકાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 139 રન છે. ડુપ્લેસિસ 54 અને ફિલાન્ડર 0 રને રમતમાં છે. ડુપ્લેસિસે ટેસ્ટમાં 21મી ફિફ્ટી પુરી કરી હતી. મુથુસ્વામી 7 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.

ત્રીજા દિવસે પ્રથમ સત્રમાં આફ્રિકાએ 100 રન કરી 3 વિકેટ ગુમાવી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ લંચ બ્રેક સુધીની રમતમાં દક્ષિણ આફ્રિકાએ 100 રન કરી 3 વિકેટ ગુમાવી હતી.  ત્રીજા દિવસની રમત શરૂ થયાની ત્રીજી જ ઓવરમાં શમીએ ભારતને ચોથી સફળતા અપાવી હતી. નાઇટ વોચમેન નોર્ટજે 3 રન બનાવી કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જે પછી થોડી જ ઓવરોમાં બ્રુયાન 30 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં આઉટ થતાં ભારતને પાંચમી સફળતા મળી હતી. ડી કોકને 31 રને બોલ્ડ કરી અશ્વિને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી.



બીજા દિવસને અંતે આફ્રિકાએ ગુમાવી 3 વિકેટ

દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 36 રન કર્યા હતા. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. નાઈટ વોચમેન એનરિચ મ અને બ્રૂઇન ક્રિઝ પર ઉભા હતા. ભારત માટે ઉમેશ યાદવે 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી હતી.

ભારતે 601/5 પર દાવ કર્યો ડિકલેર

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે.


READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD