IND vs BAN: ભારત પ્રવાસ પહેલા બાંગ્લાદેશી ક્રિકેટરે લીધો આ નિર્ણય

Indian News

Indian News

Author 2019-10-28 12:57:00

img

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી મુશ્ફિકુર રહીમે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપિંગ ન કરવાનો નિર્ણય કર્યો છે. રહીમે પોતાના વર્કલોડને ઓછું કરવા આ નિર્ણય કર્યો છે. તેનું કહેવું છે કે ત્રણેય શૃંખલામાં રમતા તેના પર ખુબજ વર્કલોડ વધી જતો હતો આથી તેણે આ નિર્ણય લીધો છે.

એક રિપોર્ટ અનુસાર મુશ્ફિકુરે જણાવ્યુ કે મારી ટેસ્ટ મેચની વિકેટકીપિંગ કરવાની ઇચ્છા નથી. મને આવનારા દિવસોમાં તમામ પ્રકારના મેચ રમવાના છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય ઢાકા પ્રીમિયર લીગ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ભાગ લે છે. આ બધી વસ્તુઓ જોતા મારા પર કામનું ભારણ વધી જાય છે આથી મે આ નિર્ણય લીધો છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD