Ind vs Ban: રાજકોટ ટી-20માં ભારતનો 8 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

Indian News

Indian News

Author 2019-11-08 01:40:28

img

રાજકોટ : રોહિત શર્માના 43 બોલમાં આક્રમક 85 રનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટી-20માં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરનાર ભારતે 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે.

શિખર ધવન અને રોહિતે શાનદાર શરુઆત અપાવતા 10.1 ઓવરમાં 118 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન 27 બોલમાં 31 રને આઉટ થયો હતો. આ પછી રોહિત 43 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 85 રન બનાવી આઉટ થયો હતો. આ પહેલા રોહિત શર્માએ 23 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. શ્રેયસ ઐયર 13 બોલમાં 24 અને રાહુલ 11 બોલમાં 8 રન બનાવી અણનમ રહ્યા હતા.

આ પહેલા બાંગ્લાદેશનો લિટ્ટન દાસ 21 બોલમાં 29 રન બનાવી રન આઉટ થયો હતો. મોહમ્મદ નઈમ 36 અને મુશ્ફિકર રહીમ 4 રને આઉટ થયા હતા. સૌમ્યા 20 બોલમાં 30 રન બનાવી પંતનો શિકાર બન્યો હતો. અફીફ 6 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. ભારત તરફથી ચહલે બે વિકેટ, જ્યારે દીપક ચાહર, અહમદ અને વોશિંગ્ટને 1-1 વિકેટ ઝડપી હતી.

રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમોએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટ ટી-20 મેચમાં મેદાનમાં ઉતરતા જ યારે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. આ મેચ રોહિત શર્માની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ બની છે.

બંને ટીમો આ પ્રકારે છે ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રૈયસ ઐયર, ઋષભ પંત, ક્રુણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ખલીલ અહમદ.

બાંગ્લાદેશની ટીમ - લિટ્ટન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ(કેપ્ટન), અફીક હુસૈન, મોસેદેક હુસૈન, અમિનુલ ઇસ્લામ, શાફિયુલ ઇસ્લામ, મુસ્તાફિઝુર રહમાન, અલ અમીમ હુસૈન.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD