IND vs SA: કોણ છે શાહબાજ નદીમ, જેને ત્રીજી ટેસ્ટમાં મળ્યો મોકો

Indian News

Indian News

Author 2019-10-19 15:32:32

img

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા શાહબાઝ નદીમ ચર્ચામાં આવ્યો. ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ શુ્રવારે ભાની ઈજાને કારણે ટીમથી બહાર થઈ ગયો હતો જેને પગલે સિલેક્ટર્સે લેફ્ટ આર્મ સ્પિનર શાહબાજ નદીમને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. 30 વર્ષના નદીમ કોઈપણ ફોર્મેટમાં અનકેપ્ડ ખેલાડી છે પરંતુ હવે તેનું સિલેક્શન સીધું જ ત્રીજી ટેસ્ટના પ્લેઈંગ ઈલેવનમાં થયું છે. આ ડ્રીમ ડેબ્યૂ નદીમના આંતરરાષ્ટ્રીય કરિયરની નવી ઉમ્મીદ આપશે.

IND vs SA: કોણ છે શાહબાજ નદીમ, ત્રીજી ટેસ્ટમાં મળ્યો મોકો
કોણ છે શાહબાજ નદીમ?

નદીમ મુખ્ય રૂપે ડાબોડી સ્પિનર છે, પરંતુ નીચલા ક્રમમાં ઉપયોગી બેટિંગ કરવામાં પણ તે સક્ષમ છે.

નદીમને સતત મજબૂત ઘરેલૂ પ્રદર્શનનું આ ઈનામ મળ્યું છે. 2012/13 સીઝનની શરૂઆત બાદથી તેમણે 235 રણજી ટ્રોફી વિકેટ લીધી છે જે પ્રતિયોગિતામાં કોઈ અન્યથી વધુ છે અને આ દરમિયાન તેની બોલિંગ ઈકોનોમી 25.17ની છે. હાલમાં જ ભારત પ્રવાસ પર આવેલ દક્ષિણ આ્રીકા એ ટીમ અને વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર ગયેલ ભારતીય ટીમ માટે નદીમે શાનદાર બોલિંગ કરતાં ત્રણેય મેચમાં જીત અપાવી હતી.

IND vs SA: કોણ છે શાહબાજ નદીમ, ત્રીજી ટેસ્ટમાં મળ્યો મોકો
કેવી રીતે શરૂઆત થઈ?

શાહબાજ શરૂઆતથી જ એક ટેલેન્ટેડ યુવાન રહ્યો છે, જેમણે માત્ર 15 વર્ષ અને 114 દિવસની ઉંમરમાં જ પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો. તે ખેલમાં રણજી ટ્રોફીમાં કેરળ વિરુદ્ધ તેણે 52 ઓવરમાં માત્ર 96 રન આપ્યા હતા. તેમણે બેટિંગની સાથે પણ પોતાનો દમ દેખાડ્યો, 99 બોલમાં 25 રન બનાવી તે મેચના એવા ખેલાડીઓમાં સામેલ થયો હતો જેમણે 10 રનથી વધુ રન બનાવ્યા હોય. બે મહિના બાદ તેણે ભારત માટે અંડર 19 પદાર્પણ કર્યું. જેના બે વર્ષ પહેલા જ અંડર 15નું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ટેસ્ટ અને વનડે મેચમાં અંડર 19 તરફતી 50 વિકેટ ખેડવી. આ 50 વિકેટમાંથી 31 વિકેટ તેની અંડર 19 ટેસ્ટ મેચમાં આવી.


IND vs SA: કોણ છે શાહબાજ નદીમ, ત્રીજી ટેસ્ટમાં મળ્યો મોકો
કરિયરને કેવી રીતે ગતિ મળી

આ 2011/12નો સમય હતો જ્યારે તેણે તેજીથી પોતાના કરિયરમાં પ્રગતિ કરી. તેને 2011માં આઈપીએલમાં ડેરડેવિલ્સમાં તેનું સિલેક્શન થયું હતું પણ ડેરડેવિલ્સે સિમર્સને લઈ રણનીતિ બનાવી હોય તેને કંઈ કરવાનો મોકો મળ્યો નહોતો. સીઝન 2012માં તે વધુ નિયમિત રૂતે દેખાવા લાગ્યો, અને દિલ્હી માટે બોલિંગ કરનાર ખેલાડીઓમાં તેની ઈકોનોમી ત્રીજી બેસ્ટ સાબિત થઈ. 2013માં તેણે વધુ સારું પ્રદર્શન કર્યું- આખા ટૂર્ામેન્ટમાં માત્ર 2 બે બોલર્સે જ નદીમના 5.88 ઈકોનોમી રેટથી સારી બોલિંગ કરી હતી. તેનું પ્રથમ શ્રેણી પ્રદર્શન પણ વર્ષેને વર્ષે સુધરતું ગયું.


IND vs SA: કોણ છે શાહબાજ નદીમ, ત્રીજી ટેસ્ટમાં મળ્યો મોકો
સામે આ પડકાર

હવે ત્રીસની ઉંમરને ધ્યાનમાં રાખતાં શાહબાજે નાના અવસરનો પણ ફાયદો ઉઠાવવો પડશે જે તેની મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં હાલ જબરદસ્ત બેંચ સ્ટ્રેન્થ છે અને જ્યારે આટલા બધા પ્રભાવશાળી ખેલાડીઓ હોય છે તો સિલેક્ટર્સ માટે બધાને મોકો આપવાનો પડકાર હોય છે. નદીમે કહ્યું કે, 'હું હંમેશા મારા રૂમમાં એકલો એ વાત સામે સંઘર્ષ કરતો હોઉં છું કે આખરે હવે મારે ભારત માટે રમવા કાજે શું કરવાની જરૂરત છે? પરંતુ પછી જ્યારે મારા પિતાના શબ્દોનો ખ્યાલ આવે છે- જો આ તમારા ભાગ્યમાં લખ્યું છે તો તમે ભારત માટે રમી શકશો..'


source: oneindia.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN