IND Vs SA બીજી ટેસ્ટ : ઐતિહાસિક જીતથી ભારત 2 વિકેટ દૂર

News18

News18

Author 2019-10-13 17:26:59

img

પુણે : ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa)ની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચ પુણે (Pune Test)ના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા (Team India)એ 5 વિકેટ પર 601 રન કરીને પોતાની પહેલી ઇનિંગ ડિક્લેર કરી દીધી. જવાબમાં ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ 275 રને જ સમેટી દીધી.

પહેલી ઇનિંગના આધારે ભારતને ભારતે 326 રનની લીડ મળી છે. મેહમાન ટીમ ફૉલોઓન નહીં બચાવી શકી, જેના કારણે તેમને ફરીથી બેટિંગ કરવા ઉતરવું પડ્યું. ફૉલોઓન મળ્યા બાદ બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને 187 રન કરી લીધા છે.

પુણે ટેસ્ટ સ્કોરકાર્ડ

ભારત (પહેલી ઇનિંગ) : 5 વિકેટે 601 રન ડિક્લેર

દક્ષિણ આફ્રિકા (પહેલી ઇનિંગ) : 275 રને ઓલઆઉટ

દક્ષિણ આફ્રિકા (બીજી ઇનિંગ) : 7 વિકેટ પર 187 રન

ભારતે દક્ષિણ આફ્રિકાના ફૉલોઓન આપવાનો નિર્ણય લીધો. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ના આ નિર્ણયને ભારતીય બોલરોએ યોગ્ય પુરવાર કર્યો. ઓપનિંગ બેટ્સમેન એડેન માર્કરમ ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો અને 21 રનના કુલ સ્કોર પર થ્યૂનિસ ડિ બ્રૂઈન (8)ના રૂપમાં દક્ષિણ આફ્રિકાને બીજો આંચકો લાગ્યો. માર્કરમને ઈશાંત શર્મા અને ડિ બ્રૂઈઇને ઉમેશ યાદવે આઉટ કર્યો.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN