IND VS SA : ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતી સિરીઝ પર કબ્જો જમાવ્યો

Indian News

Indian News

Author 2019-10-13 17:49:23

img

વિરાટ કોહલીની બેવડી સદી સાથે મયંક અગ્રવાલની સેન્ચુરી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનના કારણે ભારતે પુણે ખાતે યોજાયેલી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 137 રનોથી સજ્જડ પરાજય આપ્યો છે. સાઉથ આફ્રિકા સામે આ ભારતનો સત્તત બીજો વિજય છે. જ્યારે યજમાન ટીમ માટે ભારતનો પ્રવાસ એ નિરાશાજનક સાબિત થયો છે. ભારતે બીજી ટેસ્ટ જીતવાની સાથે જ ફ્રિડમ ટેસ્ટ સિરીઝ પર કબ્જો જમાવ્યો છે. હવે સિરીઝનો એક મેચ રમાવાનો બાકી છે. જે 19 ઓક્ટોબરના રોજ રમાશે.

પુણે ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ સાઉથ આફ્રિકાના બોલરો પસ્ત થઈ ગયા હતા. મયંક અગ્રવાલે સત્તત બીજી ટેસ્ટમાં ફટકારેલી સદી અને વિરાટ કોહલીએ ટેસ્ટમાં સદીના દુકાળનો અંત લાવતા 254 રન ફટકાર્યા હતા.

જેના કારણે ભારતે પ્રવાસી ટીમને 601 રનનું વિશાળકાય લક્ષ્‍ય આપ્યું હતું. 91 રન પર તોફાની ઈનિંગ રમી રહેલો જાડેજા સેન્ચુરી પુરી કરવામાં જ હતો ત્યાં ભારતીય ટીમે દાવ ડિક્લેર કરી દીધો હતો.

જ્યારે બીજી ઈનિંગમાં પ્રવાસી ટીમ 275 રનના સમાન્ય સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલી ઈનિંગની કારણે ભારતને 326 રનની બઢત મળી હતી. પરિણામે આફ્રિકાની ટીમ ફોલોઓન નહોતી બચાવી શકી. જેના કારણે ટીમને ફરી બેટીંગ માટે ક્રિઝ પર ઉતરવું પડ્યું હતું. ફોલોઓન મળ્યા બાદ બીજી ઈનિંગમાં આફ્રિકાની ટીમે 198 રન પર ઢેર થઈ ગઈ હતી.

હવે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ 19 ઓક્ટોબરના રોજ ઝારખંડના રાંચીમાં રમાશે. જેમાં પ્રવાસી ટીમ વ્હાઈટ વોશથી બચવા માટે રમશે. આ સાથે જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ભારત ટોપ પર છે. વેસ્ટ ઈન્ડિઝ અને બાદમાં આફ્રિકાને હરાવતા હવે ભારતીય ટીમનો જુસ્સો બુલંદ છે.

  • આતંકી હુમલા અને હથિયારોના ઈનપુટ બાદ પઠાનકોટ અને ગુરદાસપુરમાં સર્ચ ઓપરેશન
  • કારને લઈને નિકળેલા 12 વર્ષના કિશોરે અમદાવાદમાં બોલાવી બઘડાટી
  • યુવતીનો બોડીગાર્ડ બનીને પાછળ પાછળ પર્સ લઈને ચાલ્યો શ્વાન, જુઓ PHOTOS
  • દારૂની લતથી અભિનેત્રીની થઈ ગઈ હતી એવી હાલત, પહેલી વાર કર્યો મોટો ખૂલાસો
  • મોદી સરકારે 15 અમીર લોકોનાં 5.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી: રાહુલ ગાંધી
  • READ SOURCE

    ⚡️Fastest Live Score

    Never miss any exciting cricket moment

    OPEN