IND vs SA / રોહિતે 95 રન પર વાદળોને કહ્યું 'નૉટ નાઉ', વીડિયો થયો વાયરલ

Indian News

Indian News

Author 2019-10-20 11:55:08

img

રોહિત શર્માએ રાંચી ટેસ્ટના પહેલા જિવસે સિક્સ ફટકારતાં પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સેન્ચ્યુરી પૂરી કરી છે. ખરાબ રોશનીના કારણે દિવસની મેચ જલ્દી પૂરી કરી દેવામાં આવી.

  • રાંચી ટેસ્ટના પહેલા દિવસે મેચ શનિવારે ખરાબ રોશનીના કારણે જલ્દી પૂરી કરી દેવામાં આવી છે
  • ઓપનર રોહિત શર્માએ ફટકારી ટેસ્ટ કરિયરની છઠ્ઠી સેન્ચ્યુરી ફટકારી, સીરિઝમાં ત્રીજી સેન્ચ્યુરી
  • રોહિત શર્મા 117 રનો પર નોટ આઉટ છે જ્યારે આજિંક્ય રહાણે 83 રન બનાવીને રમી રહ્યો છે.

રોહિત શર્મા રાંચીમાં દક્ષિણ આફ્રિકાની સાથે રમવામાં આવની રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે શનિવારે જ્યારે 95 રનો પર રમી રહ્યો હતો, ત્યારે વાદળો છવાયેલા હતા અને હળવો વરસાદ વરસી રહ્યો હતો.

રોહિતે ત્યારે વાદળ તરફ જોતા કહ્યું 'નૉટ નાઉ'. રોહિતનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રોહિતે ત્યારબાદ છગ્ગાની સાથે પોતાની સેન્ચ્યુરી પૂરી કરી.

ખરાબ રોશનીના કારણે દિવસની મેચ પૂર્ણ કરી દેવામાં આવી, રોહિત 117 રનો પર નોટઆઉટ છે, જ્યારે આજિંક્ય રહાણે 83 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે દિવસનો અંત ત્રણ વિકેટના નુકસાન પર 224 રનોની સાથે કર્યો.

રોહિતની આ સીરિઝમાં ત્રીજી અને કુલ છઠ્ઠી સેન્ચ્યુરી છે. એને ડેન પિટના બોલ પર છગ્ગો ફટકારીને પોતાની સેન્ચ્યુરી પૂર્ણ કરી. આ પહેલા એને જ્યારે 'નોટ આઉટ' કહ્યું, ત્યારે હળવો વરસાદ પડી રહ્યો હતો અને ગ્રાઉન્ડસમેન કવર્સ લઇને તૈયાર હતા.

ઉલ્લેખનીય છે કે રોહિત એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધારે છગ્ગો લગાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે અત્યાર સુધી આ સીરિઝમાં 17 છગ્ગા માર્યા છે અને શિમરૉન હેટમેયરને પાછળ છોડ્યો છે, જેને 2018 19માં બાંગ્લાદેશની વિરુદ્ધ રમાયેલી બે મેચોની ટેસ્ટ સીરિઝમાં 15 છગ્ગા માર્યા હતા.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD