IND vs SA 1st Test: ટીમ ઇન્ડિયાએ ટૉસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય

ABP Asmita

ABP Asmita

Author 2019-10-02 11:49:00

img

વિશાખાપટ્ટનમઃ ભારતીય ટીમ આજથી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવા મેદાને ઉતરી છે. વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી મેચમાં ટૉસ જીતીને ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમાવાનાની છે.

ભારતીય કેપ્ટન કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ ઇનિંગની શરૂઆત કરશે.

ખાસ વાત છે કે, ભારતીય ટેસ્ટ ટીમમાં લાંબા સમય બાદ વિકેટકીપર અને અનુભવી બેટ્સમેન રિદ્ધિમાન સાહાની વાપસી થઇ છે. સાહાને કોહલીએ પંતની જગ્યાએ ટીમમાં સમાવ્યો છે. સાહાએ તાજેતરમાં જ ઇન્ડિયા એ માટે સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. ઉપરાંત તેને ઘરેલુ સ્તરમાં પણ સતત શાનદાર પ્રદર્શન કર્યુ છે. બીજીબાજુ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન કંઇક ખાસ પ્રદર્શન ન હતો કરી શક્યો. પણ તે પહેલાની સીરીઝમાં તેને રન બનાવી ચૂક્યો છે.

બીજીતરફ ટેસ્ટ ઓપનર તરીકે રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા કેએલ રાહુલ સતત ઓપનર તરીકે ફેલ થતાં રોહિત શર્માને ચાન્સ આપવામાં આવ્યો છે.

img

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (ઉપ-કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઇશાંત શર્મા, મોહમ્મદ શમી.



img

એઇડન માર્કરમ, ડીન એલ્ગર, થેઓનીસ ડી બ્રૂયન, ટીમ્બા બવુમા, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), વેર્નોન ફિલાન્ડર, સેનોરન મુથુસામી, કેશવ મહારાજ, ડેને પીએડટી, કગિસો રબાડા.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN