IND vs SA LIVE: પૂજારા 58 રન બનાવી આઉટ, મયંક સદી નજીક

Indian News

Indian News

Author 2019-10-10 16:53:07

img

નવી દિલ્હીઃ પુણેમાં ભારત સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટી બ્રેક સમયે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 168 રન છે. મયંક અગ્રવાલ 86 અને કોહલી 0 રને રમતમાં છે.



મયંક અને પૂજારાની 138 રનની ભાગીદારી

લંચથી ટી બ્રેક સુધીના સમયમાં ભારતે 1 વિકેટ ગુમાવી 91 રન કર્યા હતા. પૂજારા અને મયંક વચ્ચે બીજી વિકેટ માટે 138 રનની પાર્ટનરશિપ થઈ હતી. પૂજારા 58 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો હતો. તેણે કરિયરની 22મી ફિફ્ટી ફટકારી હતી.


પ્રથમ સત્રમાં 1 વિકેટ ગુમાવી કર્યા 77 રન

ટીમ ઈન્ડિયાએ લંચ સુધીના પ્રથમ સત્રમાં 1 વિકેટ ગુમાવી 77 રન કર્યા હતા.10મી ઓવરમાં ભારતને મોટો ફટકો લાગ્યો હતો. રોહિત શર્મા 14 રન બનાવી રબાડાનો શિકાર બનતાં સાઉથ આફ્રિકાને પ્રથમ સફળતા મળી હતી.


ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયામાં એક બદલાવ કરવામાં આવ્યો છે. હનુમા વિહારીના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 50મી વખત ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે, જેની સાથે જે એક મોટો રેકોર્ડ પણ તેના નામે નોંધાઈ ગયો છે. વિરાટ ભારત તરફથી 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો બીજો ક્રિકેટર બની ગયો છે. વિરાટ પહેલા ધોની (60 ટેસ્ટ) જ તેનાથી વધારે ટેસ્ટમાં નેતૃત્વ કરી શક્યો છે. ગાંગુલીએ 49 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD