India vs Bangladesh T20: ભારતે બાંગ્લાદેશને જીત માટે 175રનનો આપ્યો લક્ષ્યાંક

GSTV

GSTV

Author 2019-11-10 18:18:15

img

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 174 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને જીતવા માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

img

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને જીતવા માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ ઐયરે 62 રન ફટકારતાં તેની ટી -20 કારકિર્દીની પ્રથમ અર્ધસદી ફટકારી હતી. લોકેશ રાહુલે ટી -20 કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. રાહુલ 52 રન બનાવીને આઉટ થયો હતો. તેમના સિવાય મનિષ પાંડેએ અણનમ 22 અને શિખર ધવને 19 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી સોબર સરકાર અને શૈફુલ ઇસ્લામે બે-બે વિકેટ ઝડપી હતી. એક વિકેટ અલ અમીન હુસેને લીધી હતી.

img

શિખરે 16 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. લોકેશ રાહુલ 52 રન બનાવ્યા હતા અને તેઓ અલ-અમિનની બોલ પર આઉટ થયો હતો. રાહુલે ઐયર સાથે ત્રીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. રૂષભ પંત સૌમ્યા સરકારની બોલ પર 6 રનમાં બોલ્ડ થયો હતો. શ્રેયસ ઐયર 62 રને આઉટ થયો હતો.

ટીમો (સંભવિત):

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, રૂષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દિપક ચહર અને શાર્દુલ ઠાકુર.

બાંગ્લાદેશ: લિટન દાસ, મોહમ્મદ નઈમ, સૌમ્યા સરકાર, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ (કેપ્ટન), આફિફ હુસેન, મોસાદેક હુસેન, અમીનુલ ઇસ્લામ, શફીઉલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, અલ અમીન અહુસેન.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN