IPL / કોહલીની ટીમને મળી મહિલા મસાજ થેરેપિસ્ટ, આવું કરશે કામ

Indian News

Indian News

Author 2019-10-18 13:55:08

img

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટૂર્મામેન્ટના ઇતિહાસની પહેલી ટીમ બની ગઇ, જેને એક મહિલા સપોર્ટ સ્ટાફની નિયુક્ત કરી છે.

  • RCB: IPLમાં મહિલા સપોર્ટ સ્ટાફ રાખતી પહેલી ટીમ
  • કોહલીની કેપ્ટનસી વાળી ટીમ પુરસ્કારથી અત્યાર સુધી દૂર

ઇન્ડિયમ પ્રીમિયમ લીગની 13મી સિઝન દરમિયાન એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટૂર્નામેન્ટના ઇતિહાસની પહેલી ટીમ બની ગઇ છે, જેને મહિલા સપોર્ટ સ્ટાફને નિયુક્ત કરી છે. વિરાટ કોહલીની કેપ્ટનસી વાળી ટીમે નવનીતા ગૌતમને પોતાના સ્પોર્ટ્સ મસાજ થેરેપિસ્ટ બનાવી છે.

આરસીબીએ ટ્વિટ કરીને કહ્યું છે 'નવનીતા ગૌતમ આઇપીએલના 13માં સંસ્કરણ માટે સ્પોર્ટ્સ મસાજ થેરેપિસ્ટના રૂપમાં અમારાથી જોડાયેલી છે.

એ ટીમને તૈયાર કરવા અને સારી રીતે વધારે પર્ફોમમાં મદદ કરવા માટે મસાજ થેરેપીનો ઉપયોગ કરશે. અમને પહેલી આઇપીએલ ટીમ હોવા પર ગર્વ છે, જેમાં એક મહિલા સહાયક સ્ટાફ સભ્ય છે.'

નવનીતા મસાજ થેરાપીને લાગૂ કરવા માટે હેડ ફિઝિયોથેરેપિસ્ટ ઇવાન સ્પીચલી અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનિંગ કોચ શંકર બાસુની સાથે કામ કરશે. એ ટીમ સાથે સંબંધિત તૈયારી, પ્રેરણા, સમગ્ર પર્યવેક્ષણ અને તમામ વ્યક્તિગત શારીરિક બિમારીઓથી સંબધિત વિશેષ ટેકનીક પર પણ કામ કરશે.

નોંધનીય છે કે આરસીબીએ ઓગસ્ટમાં માઇક હેસનને ક્રિકેટ સંચાલન નિદેશક (Director of Cricket Operations) અને સાઇમન કેટિચના નવા પ્રમુખ કોચના રૂપમાં પસંદ કરાયા. સારા ખેલાડીઓના રહેતા પણ આ ટીમે અત્યાર સુધી આઇપીએલમાં પુરસ્કાર ટ્રૉફી જીતી નથી.

  • 40ની ઉંમર બાદ પૈસા આ રીતે વાપરજો નહીંતર ઘડપણ નરક બની જશે
  • ચૂંટણી આવે એટલે ભાજપ દર વખતે કોંગ્રેસ સામે આ રણનીતિ બનાવે છે
  • ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર કમાવવાનો યોગ્ય સમય આવી ગયો છે, 20 અબજ ડોલરનું માર્કેટ તમારા માટે ખુલ્લું છે

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN