IPL 13: કોલકાતામાં પહેલીવાર 19 ડિસેમ્બરે થશે IPL Auction

News18

News18

Author 2019-10-01 15:28:12

img

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની આવતી વર્ષે યોજાનારી 13મી સીઝન માટે મહત્વપૂર્ણ તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આઇપીએલ-13 (IPL-13) માટે ખેલાડીઓની હરાજી (Players Auction) આ વર્ષે 19 ડિસેમ્બરે થશે. આ વખતે પણ હરાજીની તારીખ ડિસેમ્બરની જ પસંદ કરવામાં આવી છે. સામાન્ય રીતે ખેલાડીઓની હરાજી એ વર્ષે થાય છે, જે વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે પણ ગા વર્ષની જેમ જ ડિસેમ્બરમાં ખેલાડીઓની હરાજી થશે. બીસીસીઆઈએ આ ઉપરાંત હરાજીનું સ્થળ પણ બદલી દીધું છે. સામાન્ય રીતે ખેલાડીઓની હરાજી બેંગલુરુમાં થતી હતી, પરંતુ આ વખતે કોલકાતામાં હરાજી થશે.

19 ડિસેમ્બરે ખેલાડીઓની હરાજી થશે

આ વખતે ખેલાડીઓની હરાજી (Players Auction)નો કાર્યક્રમ હંમેશાની જેમ ભવ્ય રહેવાની આશા છે. એવું એટલા માટે કારણ કે વર્ષ 2021થી તમામ ફ્રેન્ચાઇઝને નવેસરથી પોતાની ટીમ પસંદ કરવી પડશે. તેથી આ વખત એવું માનવામાં આવી રહ્યું છે કે તમામ ફ્રેન્ચાઇઝ આ વખતની હરાજીમાં પોત-પોતાની હાલની ટીમોને ફિનિશિંગ ટચ આપવાનો પ્રયાસ કરશે. ગયા વર્ષે થયેલી હરાજીમાં તમામ 8 ફ્રેન્ચાઇઝોને પોત-પોતાના પાંચ ખેલાડી પોતાની પાસે રાખવા મંજૂરી આપવામાં આવી હતી.

જોકે, આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી હરાજીમાં ફ્રેન્ચાઇઝ કેટલા ખેલાડીઓને પોતાની પાસે રાખી શકશે, તેના વિશે કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલ (Indian Premier League Governing Council) મોટાભાગના ખેલાડીઓને બરકરાર રાખવાની મંજૂરી આપી દેશે. ઈએસપીએન ક્રિકઇન્ફો મુજબ, આઈપીએલ-13 (IPL-13) માટે ટ્રેડિંગ વિન્ડો 14 નવેમ્બરે બંધ થઈ જશે. તે પહેલા જ ફ્રેન્ચાઇઝોએ પોત-પોતાના ખેલાડીઓની અદલા-બદલી કરી લેવી પડશે.

આ પણ વાંચો,

કોહલીએ હિંમત બતાવી કહી દેવું જોઈએ કે ધોની હવે ટીમમાં ફિટ બેસતો નથી - ગંભીર

હરભજને ઉઠાવ્યો સવાલ, ચોથા નંબર માટે આ ખેલાડીની પસંદગી કેમ નથી થતી?

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN