IPL 2020 ને લઇને ટુંક સમયમાં થઇ શકે છે નવી જાહેરાત

Indian News

Indian News

Author 2019-11-09 16:04:46

Mumbai (SportsMirror.in) : IPL 2020 ને હવે પાંચ મહિના જ બાકી છે. ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ને લઇને મળી રહેલ સમાચાર પ્રમાણે આવનારી સીઝનમાં ત્રણ નવા શહેરોમાં મેચો રમાઇ શકે છે. મળી રહેલ માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી મુંબઇ ઓફિસે મંગળવારે આઇપીએલની તમામ આઠ ટીમોના માલિકો સાથે મુલાકાત કરશે. જેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ના આયોજનમાં વધુ ત્રણ નવા શહેરોને લઇને ચર્ચા થઇ શકે છે.

આ ત્રણ નવા શહેરોમાં IPL 2020 ની મેચો રમાઇ શકે છે
IANS સાથે વાત કરતા બીસીસીઆઇના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે કે લખનઉ, ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ આ ત્રણ શહેરોમાં આઇપીએલ 2020ની મેચો રમાડવા માટેની ચર્ચાઓ થઇ શકે છે.

કિંગ્સ ઇલેવન પંજાબ લખનઉને પોતાનું બીજું હોમ ગ્રાઉન્ડ બનાવવા માંગે છે. તો રાજસ્થાન રોયલ્સ ટીમ અમદાવાદની જગ્યાએ ગુવાહાટી તરફ પ્રયાણ કરવા માંગે છે.

અમદાવાદની જગ્યાએ રાજસ્થાનની ટીમ આ શહેરને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવવા માંગે છે
BCCI ના અધિકારીએ જણાવ્યું કે ત્રિવેન્દ્રમમાં કઇ ટીમ પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવશે તેના પર હજું કોઇ નિર્ણય નથી થયો. રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ અમદાવાદની જગ્યાએ ગુવાહાટી ગ્રાઉન્ડ કરવાની માંગ કરી છે. જો જનલર કમીટી આ વાતથી સહમત થશે તો તેને ગ્રીન સિગ્નલ આપતા પહેલા બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમનું નિરીક્ષણ થશે.

લખનઉનું ગ્રાઉન્ડ પંજાબનું બીજુ હોમ ગ્રાઉન્ડ સ્ટેડિયમ બની શકે છે
ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ વધુમાં જણાવ્યું કે ગત સીઝનથી જ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ લખનઉને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવવા માટેની રજૂઆત કરી ચુક્યું છે. બીસીસીઆઇ અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી મેચના રીવ્યુંથી ખુશ છે. તેથી તેવી સંભાવના છે કે તે ગ્રાઉન્ડ પંજાબનું બીજું હોમ ગ્રાઉન્ડ બની શકે છે. આ પહેલા પંજાબે આઈએસ બિંદ્રા સ્ટેડિયમ મોહાલી અને ઇંદોરનું હોલ્કર સ્ટેડિયમને પોતાનું બીજું હોમ ગ્રાઉન્ડ સ્ટેડિયમ તરીકે રમી ચુક્યું છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD