Live Ind vs Ban : બાંગ્લાદેશને ત્રીજો ફટકો, સૌમ્યા આઉટ
લિટ્ટન દાસ 7 રન બનાવી આઉટ થતા બાંગ્લાદેશની શરુઆત ખરાબ રહી હતી. મોહમ્મદ નઈમે 26 અને સૌમ્યા સરકારે 39 રન બનાવી સ્થિતિ સંભાળી હતી.
શિખર ધવનના 41 અને રિષભ પંતના 27 રનની મદદથી પ્રથમ ટી-20માં ભારતે બાંગ્લાદેશ સામે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 148 ન બનાવી લીધા છે. બાંગ્લાદેશને જીતવા માટે 149 રનનો પડકાર મળ્યો છે. રોહિત શર્મા 9 રન બનાવી એલબી આઉટ થયો હતો. લોકેશ રાહુલ 17 બોલમાં 15 રન બનાવી કેચઆઉટ થયો હતો. ઐયર 13 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. ધવને 42 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 41 રન બનાવ્યા હતા.
ડેબ્યૂ મેચ રમી રહેલો શિવમ દૂબે ફક્ત 1 રન બનાવી અફીફનો શિકાર બન્યો હતો. પંતે 26 બોલમાં 3 ફોર સાથે 27 રનની ઇનિંગ્સ રમી હતી. ક્રુણાલ પંડ્યાએ 8 બોલમાં 15 અને વોશિંગ્ટન સુંદરે 5 બોલમાં 14 રન બનાવી સ્કોર 148 સુધી પહોંચાડ્યો હતો.
પ્રથમ ટી-20માં બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના 26 વર્ષના ઓલરાઉન્ડર શિવમ દૂબેએ ટી-20 મેચમાં ડેબ્યૂ કર્યું છે. તે ટી-20 ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 82મો ખેલાડી છે. તેને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ડેબ્યૂ કેપ આપી હતી. રોહિત શર્મા 98મી ટી-20 મેચ રમવા ઉતર્યો છે. આ સાથે જ તે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીથી આગળ નિકળી ગયો છે. તેનાથી આગળ ફક્ત શોએબ મલિક અને શાહિદ આફ્રિદી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આ ટી-20 મેચ ક્રિકેટ ઇતિહાસની 1000મી મેચ છે. ટી-20 ફોર્મેટની પ્રથમ મેચ 17 ફેબ્રુઆરી 2005ના રોજ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.
બંને ટીમો આ પ્રકારે છે
ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રૈયસ ઐયર, ઋષભ પંત, ક્રુણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ખલીલ અહમદ.
બાંગ્લાદેશની ટીમ - લિટ્ટન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ (કેપ્ટન), અફીક હુસૈન, મોસેદેક હુસૈન, અમિનુલ ઇસ્લામ, શાફિયુલ ઇસ્લામ, મુસ્તાફિઝુર રહમાન, અલ અમીમ હુસૈન.