Live Ind vs Ban: ભારતને બીજો ફટકો, રોહિત શર્મા 85 રને આઉટ

Indian News

Indian News

Author 2019-11-08 00:40:40

img

રાજકોટ : બીજી ટી-20માં બાંગ્લાદેશે આપેલા 154 રનના પડકાર સામે ભારતે 12.2 ઓવરમાં 2 વિકેટે 125 રન બનાવી લીધા છે.

શિખર ધવન અને રોહિતે શાનદાર શરુઆત અપાવતા 10.1 ઓવરમાં 118 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન 27 બોલમાં 31 રને આઉટ થયો હતો. આ પછી રોહિત 43 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 85 રન બનાવી આઉટ થયો હતો. આ પહેલા રોહિત શર્માએ 23 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા.

મોહમ્મદ નઈમના 36 અને મહમદુલ્લાહ, સૌમ્યા સરકારના 30-30 રનની મદદથી બાંગ્લાદેશે ભારત સામેની બીજી ટી-20માં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 154 રનનો પડકાર મળ્યો છે. લિટ્ટન દાસ 21 બોલમાં 29 રન બનાવી રન આઉટ થયો હતો. મોહમ્મદ નઈમ 36 અને મુશ્ફિકર રહીમ 4 રને આઉટ થયા હતા. સૌમ્યા 20 બોલમાં 30 રન બનાવી પંતનો શિકાર બન્યો હતો.

અફીફ 6 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. ભારત તરફથી ચહલે બે વિકેટ, જ્યારે દીપક ચાહર, અહમદ અને વોશિંગ્ટને 1-1 વિકેટ ઝડપી હતી.

રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમોએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટ ટી-20 મેચમાં મેદાનમાં ઉતરતા જ યારે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. આ મેચ રોહિત શર્માની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ છે. તે 100 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનાર ભારતનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. ઓવરઓલ દુનિયાનો બીજો ક્રિકેટર બન્યો છે.

રેકોર્ડ પર નજર કરવામાં આવે તો 100 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનાર પ્રથમ ખેલાડી પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શોએબ મલિક છે. મલિકના નામે 111 ટી-20 મેચ રમવાનો રેકોર્ડ છે.

બંને ટીમો આ પ્રકારે છે
ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રૈયસ ઐયર, ઋષભ પંત, ક્રુણાલ પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ખલીલ અહમદ.

બાંગ્લાદેશની ટીમ - લિટ્ટન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ(કેપ્ટન), અફીક હુસૈન, મોસેદેક હુસૈન, અમિનુલ ઇસ્લામ, શાફિયુલ ઇસ્લામ, મુસ્તાફિઝુર રહમાન, અલ અમીમ હુસૈન.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD