જીત / મહાષ્ટમી પર ટીમ ઇન્ડિયાએ દેશવાસીઓને આપી મહાજીત, સાઉથ આફ્રિકાને 203 રનથી હરાવ્યુ

Indian News

Indian News

Author 2019-10-06 16:36:10

img

દેશભરમાં ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. આજે મહાઅષ્ટમીના પ્રંસગે ટીમ ઇન્ડિયાએ દેશવાસીઓને મહાજીતની ભેટ આપી છે. રવિવારે એટલે કે વિશાખાપટ્ટનમ ટેસ્ટના પાંચમા દિવસે વિરાટ બ્રિગેડે સાઉથ આફ્રિકાને 203 રનથી હરાવ્યુ. 395 રનના ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી સાઉથ આફ્રિકાની ટીમ લંચ સુધીમાં 191 રનમાં ઑલઆઉટ થઇ ગઇ. આ જીતની સાથે જ ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચની સીરિઝ 1-0થી આગળ છે. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબરના રમાશે.

  • વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 203 રનથી હરાવ્યુ
  • ટીમ ઇન્ડિયા 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-થી આગળ
  • પૂણેમાં 10 ઓક્ટોબરથી રમાશે બીજી ટેસ્ટ મેચ

આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 7 વિકેટ ગુમાવતા 502 રન કર્યા અને પહેલી ઇનિંગ જાહેર કરી.

ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી સાઉથ આફ્રિકાની ટીમે પહેલી ઇનિંગમાં 431 રનમાં ઑલઆઉટ થઇ. પહેલી ઇનિંગના આધાર પર ટીમ ઇન્ડિયાને 71 રનથી આગળ રહી. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ પર 323 રન કરીને ઇનિંગ જાહેર કરી અને સાઉથ આફ્રિકા સામે 395 રનનો ટાર્ગેટ રાખ્યો. ટાર્ગેટ પૂરો કરતા સાઉથ આફ્રિકાની ટીમે 191 રનમાં ઑલઆઉટ છઇ ગઇ અને ટીમ ઇન્ડિયાએ આ મેચ 203 રનથી જીતી લીધી.

અશ્વિને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ભારતયી સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સંયુક્ત રૂપમાં સૌથી ઓછી મેચમાં 350 વિકેટ લઇ લીધી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં પાંચમા દિવસે તેણે થેયુનિસ ડે બ્રૂયનના આઉટ કરી આ સિદ્ઘિ મેળવી. આ સાથે જ અશ્વિને સૌથી ઓછી મેચ (66 ટેસ્ટ) માં આ સિદ્ઘિ મેળવીને મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી દીધી. શ્રીલંકાના આ દિગ્ગજ સ્પિનરે 66મી મેચમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. મુરલીએ કોલંબોમાં બાંગ્લાદેશ વિરુદ્ઘ 6 સપ્ટેમ્બર 2001માં 350 નો આંકડો પૂરો કર્યો.

જાડેજાએ એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી

જાડેજાએ સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની 27મી ઓવરના પહેલા, ચોથા અને પાંચમા બોલે વિકેટ લીધી હતી. તેણે પ્રથમ બોલે 39 રને રમતાં એડન માર્કરામનો અદભુત કેચ કર્યો હતો. તે પછી ચોથા બોલે ફિલેન્ડર અને પાંચમા બોલે મહારાજને એલબીડબ્લ્યુ કર્યા હતા. અમ્પાયરે ફિલેન્ડરને આઉટ નોટઆઉટ આપતા ટીમ ઇન્ડિયાએ રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. જયારે મહારાજે રિવ્યુ લઈને મેચમાં રહેવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો.

રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ:

'હિટમેન' રોહિત શર્મા એ વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામેની આ પહેલી ટેસ્ટ મેચમાં ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. પહેલી ઇનિંગમાં રોહિત શર્માએ 176 રન કર્યા, જ્યારે બીજી ઇનિંગમાં 127 રન કરીને આઉટ થયો. આ સાથે જ રોહિત શર્મા ઑપનર તરીકેની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સેન્ચુરી કરનારા વર્લ્ડનો પહેલો બેટ્સમેન બન્યો છે. રોહિતે એક ટેસ્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે નવજોતસિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો છે. સિદ્ધુએ 1994માં શ્રીલંકા વિરુદ્ધ લખનઉમાં 8 સિક્સ મારી હતી. સિદ્ઘુએ 124 રનની ઇનિંગ રમી જેના માટે 223 બૉલ પર 9 બાઉન્ડ્રી અને 8 સિક્સર્સ ફટકારી. ટીમ ઇન્ડિયાએ આ મેચ ઇનિંગ અને 119 રનથી જીતી.રોહિતે આ મેચમાં 13 સિક્સર ફટકારી હતી.

મયંક અગ્રવાલે કરી ડબલ સેન્ચુરી:

ટીમ ઇન્ડિયાના સલામી બેટ્સમેન મયંક અગ્રવાલે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ડબલ સેન્ચુરી કરી દીધી છે. વિશાખાપટ્ટનમના YS રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી 3 મેચની સીરિઝની પહેલી ટેસ્ટમાં મયંક અગ્રવાલે પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સેન્ચુરી કરી, જેના પછી તેણે ડબલ સેન્ચુરી કરીને કમાલ કરી દીધી છે. ડબલ સેન્ચુરી કરવા માટે મયંક અગ્રવાલે કુલ 358 બૉલ રમ્યા, જેમાં તેણે 22 બાઉન્ડ્રી અને 5 સિક્સર્સ ફટાકરી. આ દરમિયાન મયંકનો સ્ટ્રાઇક રેટ 55.87 રહ્યો. તમને જણાવી દઇએ કે મયંક હજુ પોતાના કરિયરની પાંચમી ટેસ્ટ રમી રહ્યો છે.

  • આદિત્ય ઠાકરેએ શા માટે વર્ષો જૂની ઠાકરે પરિવારની પરંપરા તોડી?
  • ઓશિકા નીચે ચાર્જિંગ માટે ફોન ન મૂકતા, એક બાળકીનું આવી રીતે થયું જ મોત
  • આજે પણ બ્રિટનની રાણી નિઝામ નેકલેસ પહેરે છે, જાણો હૈદરાબાદના નિઝામનો ખજાનો કોને મળશે?

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN