મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ ટેસ્ટમાં 203 રને હરાવ્યું

Indian News

Indian News

Author 2019-10-06 16:37:25

img

ભારતે (Team India) પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યુ હતું. 395 રનના પડકારનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવી 502 રન બનાવી પોતાની ઇનિંગ્સ ડિકલેર કરી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકા પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 431 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું.પ્રથમ ઇનિંગ્સના આધાર પર ભારતને 71 રનને લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતે 4 વિકેટ ગુમાવી 323 રને ઇનિંગ્સ ડિકલેર કરી હતી અને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 395 રનનો પડકાર આપ્યો હતો.

દક્ષિણ આફ્રિકા (South Africa) બીજી ઇનિંગ્સમાં 191 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. દક્ષિણ આફ્રિકા તરફથી એડન માર્કરમે 39 શેનરન મુથુસ્વામીએ 49 જ્યારે ડીન પીટે 56 રન બનાવ્યા હતા.

ભારત તરફથી મોહમ્મદ શમીએ 5, રવિન્દ્ર જાડેજાએ 4 અને આર.અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.

અશ્વિને કરી મુરલીધરનના રેકોર્ડની બરાબરી

રવિચંદ્રન અશ્વિને બીજી ઇનિંગ્સમાં થ્યૂનિસ ડી બ્રુઇનને આઉટ કરી સૌથી ઝડપી 350 ટેસ્ટ વિકેટ લેવા મામલે પૂર્વ શ્રીલંકન સ્પિન બોલર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અશ્વિન સૌથી ઝડપી 350 ટેસ્ટ વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને પોતાની ટેસ્ટ કરિયરના 66માં મુકાબલામાં 350 વિકેટ લેવાનું કારનામુ કર્યુ હતું. મુરલીધરને પણ પોતાની 66મી ટેસ્ટમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ 2001માં 350 ટેસ્ટ વિકેટ પુરી કરી હતી. મુરલીધરન ટેસ્ટમાં 800 વિકેટનો આંકડો વિશ્વનો એકમાત્ર બોલર છે.

ભારતે આફ્રિકાને આપ્યો 395 રનનો પડકાર

બીજી ઇનિંગ્સમાં ભારતે 4 વિકેટ ગુમાવી 323 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકા સામે 395 રનનો પડકાર રાખ્યો હતો. પ્રથમ ઇનિંગ્સના આધાર પર ભારતને 71 રનની લીડ મળી હતી. ભારત માટે બીજી ઇનિંગ્સમાં રોહિત શર્માએ 127 રન બનાવ્યા હતા. રોહિત શર્મા એવો પ્રથમ બેટ્સમેન બની ગયો છે, જેને ઓપનર તરીકે ડેબ્યૂ કરતા એક જ ટેસ્ટ મેચની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારી હોય.

રોહિત શર્માએ 149 બોલનો સામનો કર્યો હતો અને 10 ફોર અને 7 સિક્સરની મદદથી આ મેચમાં પોતાની બીજી સદી ફટકારી હતી. આ સિવાય ચેતેશ્વર પૂજારાએ 81 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે કેશવ મહારાજે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે વર્નોન ફિલેન્ડર અને કાગિસો રબાડાએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પહેલા દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 431 રનમાં ઓલ આઉટ થયુ હતું. દક્ષિણ આફ્રિકા તરફથી ડીન એલ્ગરે 160 રન બનાવ્યા હતા જ્યારે ડી કોકે 111 રન બનાવ્યા હતા.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN