T-20 વર્લ્ડ કપની 16 ટીમો નક્કી થઇ, આ ટીમ સામે ભારત રમશે પહેલી મેચ

Indian News

Indian News

Author 2019-11-04 15:45:00

img

ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે થનારા ICC T-20 વર્લ્ડ કપ માટે 16 ટીમો નક્કી થઇ ગઇ છે. ટૂર્નામેન્ટ માટે આર્યલેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ. ઓમાન, પાપુઆ ન્યુ ગીની અને સ્કોટલેન્ડે ક્વોલિફાય કરી લીધું છે. આ બધી ટીમો શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે બે ગ્રુપમાં પોતાની રાઉન્ડ મેચ રમશે. આ 8 ટીમો પૈકી ચાર ટીમો સુપર-12માં પહોંચશે જ્યાં પહેલેથી જ ટોચના રેન્કમાં રહેલી આઠ ટીમોને ગ્રુપ 1 અને ગ્રુપ 2 એમ બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, ભારત તેની પહેલી મેચ દ.આફ્રિકા સામે 20 ઓક્ટોબરના રોજ પર્થમાં રમશે.

પહેલા રાઉન્ડ માટે ગ્રુપ-Aમાં શ્રીલંકા સાથે પાપુઆ ન્યુ ગીની, આયર્લેન્ડ અને ઓમાન હશે . આ ટીમો વચ્ચે 18થી 22 ઓક્ટોબર વચ્ચે જિલોન્ગ શહેરમાં રમાડવામાં આવશે.નેધરલેન્ડ, નામીબીયા અને સ્કોટલેન્ડને બાંગ્લાદેશ સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે.

આ બધી ટીમો વચ્ચે 19થી 23 ઓક્ટોબર વચ્ચે હોબાર્ટમાં મેચો રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેટ શ્રીલંકા અને આર્યલેન્ડ વચ્ચે કાર્દિનિયા પાર્ક મેદાનમાં મેચ રમાશે.

પહેલા રાઉન્ડ બાદ ગ્રુપ-Aની ટોચની ટીમ અને ગ્રુપ-Bની બીજા નંબરની ટીમ ગ્રુપ-1માં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝ સાથે સામેલ થશે. જ્યારે ગ્રુપ-Bની ટોચની ટીમ અને ગ્રુપ-Aની બીજા નંબરની ટીમ ભારત, ઇંગ્લેન્ડ, સા. આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથે ગ્રુપ-2માં સામેલ થશે. આ બધી ટીમો વચ્ચે સુપર-12ની મેચો રમાશે. બંને ગ્રુપમાં ટોચની બે ટીમો સેમી ફાઇનલમાં પહોંચશે. ટુર્નામેન્ટની ફાઇનલ 15 નવેમ્બર 2020માં મેલબોર્નમાં રમાશે. યજમાન ઓસ્ટ્રેલિયા પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબર 2020ના રોજ સિડનીમાં રમશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD