VIRAL / VIDEO: પપ્પા ધોનીની ગાડી સાફ કરાવવામાં મદદ કરી રહી છે ઝિવા

Indian News

Indian News

Author 2019-10-25 15:55:18

img

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીના સંન્યાસને લઇને સતત અટકળો ચાલી રહી છે, જોકે તેમ છતાં માહી દુનિયા વિશે લોકો શું વિચારે છે તે વિચારતો નથી અને પોતાની જિંદગી મસ્ત રીતે જીવી રહ્યો છે.

વર્લ્ડકપ 2019ની મેચ પછી ધોની ટીમ ઇન્ડિયાની ટીમમાં શામેલ થયો નથી. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ હોય કે પછી સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ કે પછી આવનારા સમયમાં બાંગ્લાદેશ વિરુદ્ઘ રમાવવામા આવનારી T-20 સીરિઝ હોય, ધોનીએ છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટથી દૂરી બનાવી દીધી છે.

જોકે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ઘણી વખત ઇવેન્ટ્માં જોવા મળે છે. આ સિવાય સોશ્યલ મીડિયા પર એક્ટિવ ધોનીએ તાજેતરમાં જ એક વીડિયો શૅર કર્યો છે જેણે અત્યાર સુધી લાખો લોકો પસંદ કરી ચૂક્યા છે.

આ વીડિયોમાં ધોની જીપ સાફ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ધોનીની દિકરી ઝિવા પણ જોવા મળી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરતા ધોનીએ લખ્યુ કે, નાનકડી મદદ હંમેશા કામમાં આવે છે, જ્યારે વાહન મોટું હોય ત્યારે આ ખાસ મદદરૂપ થાય છે. આ વીડિયોમાં ઝિવા તેના સ્કૂલ યૂનિફોર્મમાં જોવા મળી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, એવું જાણવા મળી રહ્યુ છે કે, આ જીપ ઈન્ડિયન આર્મીની પાસે હતી, હવે આ ગાડી ધોનીના કાર કલેક્શનની શોભા વધારી રહી છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD